મેં ઝુકેગા નહિ:ઉનાના કેસ પાછા ખેંચવા અને પોલીસ પે ગ્રેડ મુદ્દે જિગ્નેશ મેવાણીની 1 જૂને ગુજરાત બંધની ચીમકી

અમદાવાદ25 દિવસ પહેલા
  • એરપોર્ટથી સીધા સારંગપુર ખાતે જઈ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી
  • કોંગ્રેસના નેતાઓને રાહુલની સૂચના જિગ્નેશ જેલમાંથી બહાર ન આવે ત્યાં સુધી સાથે રહો

વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આસામના કેસમાં જેલમાંથી જામીન મેળવી દિલ્હીથી આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર પહોચ્યા હતા. દલિત સમાજના આગેવાનો તેમજ સમર્થકોએ જિગ્નેશ મેવાણીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી સીધા સારંગપુર ખાતે જઈ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. ત્યારબાદ વાડજના રામાપીરના ટેકરા ખાતે "સત્યમેવ જયતે જનસભા"માં મંચ પરથી મેં ઝુકેગા નહિ કહ્યું હતું. ત્યારબાદ ઉનાના કેસો અને પોલીસ પે ગ્રેડ મુદ્દે 1 જૂને ગુજરાત બંધની ચીમકી આપી હતી.

મેવાણીએ લોકોને ડો. બાબા સાહેબની પ્રતિજ્ઞા લેવડાવી
ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સભામાં હાજર તમામ લોકોને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિજ્ઞા લેવડાવી હતી કે, ભાજપની સરકારને ક્યારેય વોટ નહિ આપીએ કે RSSની શાખામાં પગ મુકીશું નહિ.
જિગ્નેશ મેવાણીએ અમદાવાદમાં કહ્યું - રાહુલ ગાંધી અડધી રાતે મારા માટે જાગ્યા. કોંગ્રેસના નેતાઓને કહ્યું કે જીજ્ઞેશ જેલમાંથી બહાર ન આવે ત્યાં સુધી સાથે રહે. તમામ દિલ્લીના કોંગ્રેસના નેતાઓ અને પાર્ટીનો આભાર માને છે તેમ ઉમેર્યું હતું.

ડો. બાબા સાહેબ આંબેડકરના નામે જિગ્નેશ મેવાણીએ લોકો પાસે પ્રતિજ્ઞા લેવડાવી
ડો. બાબા સાહેબ આંબેડકરના નામે જિગ્નેશ મેવાણીએ લોકો પાસે પ્રતિજ્ઞા લેવડાવી

જેલવાસ ભોગવ્યા બાદ પહેલીવાર જિગ્નેશ મેવાણીનું સંબોધન
જેલમાંથી છૂટ્યા બાદ પહેલીવાર અમદાવાદ પહોંચેલા જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે, ગુજરાતનો કેટલોક મેસેજ આસામ પહોંચાડવા માગું છું એટલે હું હિન્દી અને ગુજરાતીમાં બોલીશ. હું જેલમાં હતો ત્યારે કોઈએ કહ્યું કે જીજ્ઞેશ તમે એવી જેલમાં છો, એવી જગ્યા છે, હુજો. જ્યાં હિન્દુ, મુસ્લિમ અને બુદ્ધિષ્ટ આવે છે. આસામની ધરતીને વંદન કરું છું. આજે ઇદનો તહેવાર છે, તમામને ઇદ મુબારક. અનેક માતાઓએ મારા માટે પ્રાર્થના કરી, દલિત સંગઠનો, લોકોનો આભાર માનું છું.

મેં ટ્વિટ ડિલિટ નથી કર્યુ ટ્વિટરે દબાવી દીધું છે: જિગ્નેશ
જિગ્નેશ વધુમાં જણાવ્યું હતું કે, માટી કહે તું ક્યાં રોદે.. કહેવત બોલી મોદી અને ભાગવતને કહ્યું સમજી જજો.મેં ટ્વિટ ડિલિટ નથી કર્યું ટ્વિટરે દબાવ્યું છે. 1.75 લાખ કરોડનું ડ્રગ્સ ગુજરાતના મુન્દ્રામાં અદાણીની ત્યાં તપાસ ન થઈ. ડ્રગ્સ મળ્યું અને ત્યાં પૂછપરછ ન થઈ. ભાજપના એક મંત્રીએ મહિલા પર બળાત્કાર થયો છતાં તેનું રાજીનામું ન લીધું પણ એક ટ્વીટ માટે મને જેલમાં મોકલ્યો. સાબરમતી આશ્રમને રિનોવેશન કરવાનું છે પરંતુ દિલમાં ગોડ્સે છુપાવ્યો છે મોદી સાહેબ. મને પકડવાનું પૂર્વ આયોજિત કાવતરું છે. હું પણ એક વકીલ અને ધારાસભ્ય છું મને fir માગી પણ ન આપી. મને માતાપિતા કે સિનિયર વકીલ સાથે પણ વાત ન કરવા દીધી. જગદીશ ઠાકોર અને તમામ સંગઠનોનો આભાર.

આસામ પોલીસ એક ધારાસભ્યને પકડી જાય એ ગુજરાતનું અપમાન
રસ્તામાં ફલાઈટમાં મેં પૂછ્યું છતાં મને આરોપ અને fir વિશે ન કહ્યું. એક ભણેલા સાથે આવું થાય છે તો વાડજના રામાપીરના ટેકરાવાળા સાથે શું થાય? બટન દબાવો ત્યારે યાદ રાખજો. મહિલા પોલીસકર્મીને મારી જોડે જ બેસાડી દીધી. જે લોકોએ મહિલાની જાસૂસી કરાવી એ લોકોએ કંઈક કરવાના છે. ગુજરાત સરકારને નિક્કમી છે એમને કહું છું કે આસામની પોલીસ એક ધારાસભ્યને પકડી લઈ જાય એ પુરા ગુજરાતનું અપમાન છે. સવાલ એ છે કે 2500 કિમિ દૂર બેઠેલા ધારાસભ્યને પકડી તેને જેલમાં મોકલવામાં આસામ સરકારને શુ રસ છે ?? નાગપુરમાં બેઠેલા દુર્યોધન અને દુશાસનના ઈશારે ફરિયાદ થઈ. મેં 1.5 લાખ દલિતોને મેં સોંગદ લેવડાવી કે rssની શાખામાં ન જાઓ એટલે મારા પર ફરિયાદ કરાવી. જો હિટલરની ચાલ ચાલશે એ હિટલરની મિત મરશે.. જબ તક તુમકો તોડેગે નહિ મા કસમ તુમકો છોડગે નહી.

વાડજ રામાપીરના ટેકરા ખાતે જિગ્નેશ મેવાણીએ જાહેર સભા કરી હતી
વાડજ રામાપીરના ટેકરા ખાતે જિગ્નેશ મેવાણીએ જાહેર સભા કરી હતી

ઉનાના કેસો પાછા ન ખેંચાય તો 1 જૂને ગુજરાત બંધની ચીમકી
ગુજરાતમાં ઉનાના કેસો પાછા નહિ લેવાય તો 1 જૂને ગુજરાત બંધ થશે. બનાસકાંઠાના પ્રધાનજીને જેલમાં નાખ્યા છે એમના કેસ પાછા લેવા પડશે. ગુજરાતની ભાજપ સરકાર તમે દંડો તૈયાર કરી લો મારી છાતી તૈયાર છે. હવે જીગ્નેશ પૂરતી વાત નથી. પોલીસના પે ગ્રેડ પણ વધારવો પડશે નહિ તો 1 જૂને ગુજરાત બંધ થશે.... મારા કેસ નહિ પરંતુ ઉનામા લડત માટેના કેસો પાછા લો.. હું પોલીસની લાકડી ખાવા ધારાસભ્ય તરીકે પહેલાં ઉભો રહીશ. હું પોલીસની લાકડી ખાવા ધારાસભ્ય તરીકે પહેલાં ઉભો રહીશ. તમે રોડ પર ઉતરશો તો પોલીસની લાકડી ખાવા હું ઉભો રહીશ. પુષ્પા સ્ટાઇલમાં કહું છું કે, મેં ઝૂકેગા નહિ.

ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી અને જાહેર સભા
જિગ્નેશ મેવાણી સારંગપુરથી વાડજ ખાતે રામાપીરના ટેકરા પર ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી અને જાહેર સભાને સંબોધવા માટે આવી પહોંચ્યા હતા. જિગ્નેશ મેવાણીનું વાદળી કલરનો સાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા, ગાંધીનગરના ધારાસભ્ય સી.જે.ચાવડા સહિતના કોંગ્રેસના નેતાઓ પણ જનસભામાં હાજર રહ્યા છે.

અમદાવાદ એરપોર્ટ પર જિગ્નેશ મેવાણીનું ભવ્ય સ્વાગત થયું
અમદાવાદ એરપોર્ટ પર જિગ્નેશ મેવાણીનું ભવ્ય સ્વાગત થયું

'હું હવે વધારે મજબૂતાઈથી લડતો રહીશ'
એરપોર્ટ પહોંચતા જ જિગ્નેશ મેવાણીએ પુષ્પા ફિલ્મનો "મેં ઝુકેગા નહિ શાલા" ડાયલોગ એક્શન સાથે બોલ્યા હતા. સરકાર કંઈપણ કરી લે હું ઝૂકીશ નહિ. પોલીસ, સીબીઆઈ કોઈનાથી પણ ડરીશ નહિ. હું હવે વધારે મજબૂતાઈથી લડતો રહીશ. ગુજરાતની જનતાને તમાચો મારવાનું કામ આસામ પોલીસે કર્યું છે.

જિગ્નેશ મેવાણીને મળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં
જિગ્નેશ મેવાણીને મળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં

'ગુજરાતની અસ્મિતાને ખંડિત કરવામાં આવી'
એરપોર્ટ પર જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે રોડ પર ઉતરી મને સમર્થન આપ્યું એનાથી મારો હોંસલો વધ્યો છે. 15 દિવસમાં પેપરકાંડ સહિતના મુદ્દોઓ પર કામ નહિ થાય તો આંદોલન કરીશું. 1 જૂને અમે ગુજરાત બંધ આપીશું. ગુજરાતની અસ્મિતાને ખંડિત કરવામાં આવી છે. મને કિડનેપ કરતા હોય એમ આસામ લઇ ગયા હતા. કોર્ટએ પણ પોલીસ અને સરકારને ફટકાર કરી હતી. ફરિયાદ નકલી અને કાયદાની કોર્ટમાં ટકી શકે એમ ના હતી.

અન્ય સમાચારો પણ છે...