પક્ષીઓનું નવું ઘર:ફતેહવાડી પાસે સાબરમતીના પટમાં 2થી 3 કિલોમીટરમાં ફ્લેમિંગો સહિતનાં યાયાવર પક્ષીનાં ઝુંડનું આગમન

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

શિયાળાનો પ્રારંભ થતાં જ ફ્લેમિંગો સહિતના યાયાવર પક્ષીઓના ઝુંડ ફતેહવાડી પાસે સાબરમતીના પટમાં ઉતરી આવ્યા છે. સામાન્ય રીતે ફલેમિંગોના ઝુંડ નળ સરોવર, કડી પાસેના પક્ષી અભ્યારણ્ય થોળ ખાતે ઉતરતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી યાયાવર પક્ષીઓએ અમદાવાદ આસપાસની નવી જગ્યાઓ પણ શોધી કાઢી છે.

સાબરમતીના પટમાં 2થી 3 કિલોમીટરના વિસ્તારમાં ફ્લેમિંગોના નાના-મોટા ઝુંડે ઉતરાણ કર્યું છે. ફ્લેમિંગો જેવા યાયાવર પક્ષી છીછરું પાણી પસંદ કરે છે. ઉનાળાનો પ્રારંભ થાય ત્યાં સુધી આ પક્ષીઓ અહીં રોકાતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...