તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી:અમદાવાદમાં ગેરકાયદે રહી લગ્ન કરનારી ઇન્ડોનેશિયન યુવતીની પતિ સાથે ધરપકડ

અમદાવાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • વર્ક પરમિટ પૂરી થયા પછી વિઝિટર વિઝા પર આવી હતી
 • નાગરિક હોવાનું બતાવવા આધાર, પાન, ચૂંટણી કાર્ડ પણ કઢાવ્યાં

ઈન્ડોનેશિયાથી 8 વર્ષ પહેલાં ભારત આવીને અમદાવાદના યુવક સાથે લગ્ન કરી મહિલાએ ભારતનું આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ અને પાસપોર્ટ બનાવ્યાં હતાં. જોકે ડોક્યુમેન્ટ જોઇ શંકા જતાં ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી મહિલા અને તેના પતિની ધરપકડ કરી હતી.

ઈન્ડોનેશિયાથી આવેલી મહિલા પતિ સાથે વૈષ્ણોદેવી પાસે અદાણી શાંતિગ્રામ વોર્ટર લિલી ખાતે રહેતી હતી. જે અંગે બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે ત્યાં જઈ બંનેની પૂછપરછ કરતાં તેઓ ટિની સંદીપ જોશી અને સંદીપ પરિમલ જોશી(પતિ-પત્ની) હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે તેમના ડોક્યુમેન્ટસ ચેક કરતા અને વધુ તપાસમાં ટિનીનું સાચું નામ નીલુ સુહાટીની કેટલટ અબ્રામ રીડિયા હતું. તે 2013માં વર્ક પરમિટ પર ભારત આવી હતી. જ્યારે સંદિપ મૂળ કચ્છનો અને ચેન્નઈમાં તેની મુલાકાત ટિની સાથે થતાં બંને પ્રેમ સંબંધમાં બંધાતા, લગ્ન કર્યાં હતા. વર્ક પરમિટ પૂરી થતાં ટિની ટૂરિસ્ટ વિઝા પર ફરી ભારત આવી પછી ઇન્ડોનેશિયા ન જઈ સંદીપ સાથે લગ્ન કરી ભારતમાં રહેતી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો