તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મેનકા ગાંધી સામે અભદ્ર પોસ્ટ કરનારાની ધરપકડ, અમરાઈવાડીના યુવકે વીડિયો પોસ્ટ કર્યો હતો

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયા બાદ લોકસભા સાંસદે ફરિયાદ કરી હતી

એક યુવાને સોશિયલ મીડિયામાં લોકસભા સાંસદ મેનકા ગાંધીને નિશાન બનાવી તેમના વિશે અભદ્ર વીડિયો બનાવીને પોસ્ટ કર્યો હતો. મંગળવારે પોલીસે ફરિયાદ નોંધી હતી, જેમાં અમરાઈવાડીના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર લોકસભાના સાંસદ અને પીપલ ફોર એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના ચેરપર્સન મેનકા ગાંધી કે જેઓ પ્રાણીઓ પર થતા અત્યાચાર અને રખડતા પ્રાણીઓની જાળવણી અને સંવર્ધન માટેની કામગીરીનંુ ટ્રસ્ટ ચલાવે છે, તેમની વિરુદ્ધમાં પલાશ પટેલ નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ હોલ્ડરે અભદ્ર વીડિયો પોસ્ટ કર્યો હતો. એટલું જ નહિ યુવકે મહિલા સંસદસભ્યની રાજકીય પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે અને લોકોમાં બદનક્ષી થાય તેવી ટીકા ટિપ્પણી કરી હતી.

આ અંગે મહિલા સાંસદે રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને રજૂઆત કરી હતી, જેના પગલે પોલીસ કમિશનરે આ મામલે સાઇબર ક્રાઈમને ગુનો દાખલ કરવાની સુચના આપી હતી.દરમિયાન સાઇબર ક્રાઈમ દ્રારા આ મામલે ગુનો દાખલ કરી ટેકનીકલ એનાલિસીસ કરવામાં આવ્યું. જેના આધારે વીડિયો પોસ્ટ કરનારા આ સોશિયલ મીડિયા એકાઉન્ટ હોલ્ડર પલાશ પટેલને શોધી કાઢી તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

આરોપી બેરોજગાર
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમરાઈવાડીની શિવાપાર્ક સોસાયટીમાં રહેતો આરોપી પલાશ દિનેશભાઈ પટેલ (27) પાસેથી પોલીસે આ ગુનામાં વપરાયેલો મોબાઈલ ફોન કબજે કર્યો હતો. આરોપી કોઈ કામધંધો કરતો નથી.

અન્ય સમાચારો પણ છે...