તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:અમદાવાદ એરપોર્ટ પર નોકરીના નામે ઠગાઈ કરતો ગઠિયો પકડાયો; વેરિફિકેશન, યુનિફોર્મ પેટે 3 હજાર ચાર્જ લેતો હતો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • નોકરીની લાલચ આપી 25થી વધુ લોકોને છેતર્યાં

એરપોર્ટ ઉપર નોકરી અપાવવાના બહાને યુવાનો પાસેથી પોલીસ વેરિફિકેશન, યુનિફોર્મ અને બુટ પેટે રૂ.3 હજાર પડાવનાર ગઠિયાની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીએ આ જ રીતે 25 કરતાં પણ વધારે યુવાનો પાસેથી ઓનલાઈન પૈસા મેળવી છેતરપિંડી કરી હોવાનું કબુલ્યું હતું.

સરસપુરમાં રહેતા મેહુલકુમાર પટણી(ઉં.24) ને એક ગઠિયાએ ફોન કરીને એરપોર્ટ ઉપર નોકરી આપવાની વાત કરી હતી. ત્યાર બાદ આ ગઠિયાએ મેહુલકુમાર પાસેથી પોલીસ વેરિફિકેશન, યુનિફોર્મ અને બુટ પેટે ઓનલાઈન રૂ.3 હજાર ટ્રાન્સફર કરવાનું કહેતા મહેલકુમારે રૂ.3 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. જોકે પૈસા આપ્યા છતાંય નોકરી ન મળતા આ અંગે મેહુલકુમારે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. મેહુલકુમારની ફરિયાદના આધારે પોલીસે વિશાલ લકનસિંહ રાજપૂત(ઉં.26, રહે. ગુજરાત હાઉસિંંગ બોર્ડ, મેઘાણીનગર) ને ઝડપી લીધો હતો.

પ્રાથમિક પુછપરછમાં જ વિશાલે મેહુલકુમારની જેમ જ અન્ય 25 કરતાં પણ વધારે યુવાનોને એરપોર્ટ ઉપર નોકરી આપવાના બહાને પૈસા પડાવ્યા હોવાનું કબુલ્યું હતંુ. પોલીસે વિશાલ રાજપૂત પાસેથી મોબાઈલ ફોન અને બેંકોમાં પૈસા જમા કરાવ્યા હોવાની પાસબુક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...