છેતરપિંડીનો પ્રયાસ:નિવૃત્ત DySPનું એફબી એકાઉન્ટ હેક કરી મિત્રો પાસે ગઠિયાએ પૈસા માગ્યા, મિત્રોએ જાણ કરતાં દીપક વ્યાસે પોલીસ ફરિયાદ નોંધાવી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રાજકોટના વેપારી મિત્ર પાસે રૂ. 1 લાખ માગતાં ભાંડો ફૂટ્યો

આઈપીએસ અધિકારીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરતા ગઠિયાએ નિવૃત્ત ડીવાયએસપી દીપક વ્યાસનું પણ ફેકબુક એકાઉન્ટ હેક કર્યું છે. એકાઉન્ટ હેક કર્યા બાદ દીપક વ્યાસના મિત્રો પાસે પૈસા પણ માગ્યા હતા. જોકે મિત્રોએ દીપક વ્યાસને ફોન કરી આ અંગેની જાણ કરતા ગઠિયાનો ભાંડો ફૂટ્યો હતો.

આંબાવાડીના વશિષ્ઠ એપાર્ટમેન્ટમાં રહેતા દીપક વ્યાસને બે દિવસ પહેલાં રાજકોટથી તેમના વેપારી મિત્ર દર્શન પંડ્યાએ ફોન કરી કહ્યું હતંુ કે, ‘તમારા ફેસબુક એકાઉન્ટથી મારા પર મેસેજ આવ્યો હતો, જેમાં સામેવાળા માણસે 1 લાખ માગ્યા છે. મને શંકા જતા મેં તેની સાથે ફોન પર વાત કરી હતી, જેમાં તે તમારા નામથી હિન્દીમાં વાત કરતો હતો.’ ઉપરાંત તેમના અન્ય 4 મિત્રે પણ દીપક વ્યાસને ફોન કરી તેમના નામે પૈસા માગ્યા હોવાની જાણ કરી હતી. આથી તેમણે એલિસબ્રિજ પોલીસ અને સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. આ સાથે પોસ્ટ પણ મૂકી હતી કે, ‘મારંુ કોઈએ ફેસબુક એકાઉન્ટ હેક કર્યું છે, જેમાં મારા નામથી પૈસા માગી રહ્યો છે, આથી કોઈએ કોઈ પણ પ્રકારના વ્યવહાર કરવા નહીં.’

70 મિત્રોનું વોટ્સએપ ગ્રૂપ પણ બનાવી દીધું હતું
ગઠિયાએ વોટ્સએપ ડીપીમાં દીપક વ્યાસનો ફોટો મૂકી દીધો હતો તેમજ ટ્રુ કોલરમાં પણ દીપક વ્યાસનું નામ જ દેખાતંુ હતંુ. આ નંબર પરથી ગઠિયાએ દીપક વ્યાસના 70 મિત્રોનું એક વોટ્સએપ ગ્રૂપ પણ બનાવી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...