અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી:હાઇપ્રોફાઇલ લેડીઝ સાથે સેક્સ કરી રૂપિયા કમાવાની લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવતા 2 લોકોની ધરપકડ કરી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બંને આરોપીની તસવીર - Divya Bhaskar
બંને આરોપીની તસવીર

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે લોકોને બોડી મસાજના નામે શારીરિક સુખ આપવાના બહાને પૈસા પડાવતી ટોળકીની ધરપકડ કરી છે. ન્યૂ રાણીપ વિસ્તારના યુવક સાથે છેતરપિંડી મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. અમદાવાદ જિલ્લા સાયબર ક્રાઈમ બ્રાન્ચે બે આરોપી આવા જ ગુનામાં પકડ્યા હતા. જેની પૂછપરછ કરતા અગાઉ તેની સાથે કામ કરતી બે યુવતી અને અન્ય યુવકો સાથે મળી લોકો સાથે આ રીતે સેક્સ સુખ માણવાનું રહેશે કહી પૈસા ભરાવી છેતરપીંડી કરતા હતા.

ખોટા સહી-સિક્કાથી બેન્ક એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું
સાયબર ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી લાવેલા સહદેવસિંહની પૂછપરછ કરતા અનુરાધા અગ્રવાલ અને પ્રિયા અગ્રવાલ બંને મહિલાઓ સાથે મીટીંગ કરી લોકો સાથે પૈસા ભરાડાવવાની વાત કરતા હતા. કેતન પટેલ નામના વ્યક્તિનું ખોટું આધાર કાર્ડ બનાવી અને PNB બેકમાં ખાતું પણ ખોલાવ્યુ હતું જેમાં પૈસા ભરાવતાં હતા. કેતન પટેલના નામે ફિંગર પ્રિન્ટ, આઇ સ્કેન, બેકમાં ખોટો ફોટો વગેરે કરનાર હર્ષ જોશી, દાનીશ પઠાણ અને અલ્લારખાં શેખની પણ ધરપકડ કરી છે.

પેપરમાં જોઈ ફોન કર્યો હતો
ન્યુ રાણીપમાં રહેતા 19 વર્ષીય યુવકે ન્યુઝ પેપરમાં હેપ્પી કંપનીને છોકરા અને છોકરીઓ છે અને રૂ.20 હજાર સુધી કમાવવાની તક જેવી જાહેરાત વાંચી હોવાથી આપેલા નંબર પર દર્શનભાઈએ ફોન કર્યો હતો. ત્યારે સામે વાત કરતા વ્યક્તિએ કંપનીના ક્લાયન્ટને બોડી મસાજની જગ્યાએ તેમની સાથે સેક્સ માણવાનું રહેશે અને ક્લાયન્ટ જે પૈસા આપે એમાં 20 ટકા કંપનીને આપવાના રહેશે. જેના બદલામાં ક્લાયન્ટ તમને પૈસા આપશે તેવું કહ્યું હતું.

છેતરીને 39 હજાર પડાવી લીધા
આ સ્કીમમાં અલગ અલગ ચાર પ્લાન છે. જેમાં તમારે પ્લાન પંસદ આવતા રૂ.12500 ભરવાના રહેશે. જેથી યુવકએ ઓનલાઈન પૈસા ભર્યા હતા.બાદ અલગ અલગ નંબર પરથી નોકરી અંગેની પ્રોસેસીંગ ફી સહીતની ફી પેટે રૂ.39 હજાર ભરાવડાવ્યા હતા. બાદમાં યુવકે આવેલા નંબરો પર ફોન કર્યા તો તેમનો નંબર બ્લોક લિસ્ટમાં નાખી દીધો હોવાનું જાણવા મળ્યુ હતું. જેથી જાણ થઈ કે નોકરી આપવાનું કહીને તેમની પાસેથી રૂ.39000 ભરાવી વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...