તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અમદાવાદની પરિણીતા પર દુષ્કર્મ ગુજારનાર પ્રેમીની ધરપકડ; યુવતીને લઈને આબુ, અંબાજી, કચ્છ, રણુજા વગેરે સ્થળે નાસી ગયો હતો

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોલામાં યુવકની પ્રેમિકાના લગ્ન થઈ ગયા હતા, લગ્ન પછી પમ યુવક તેનો પીછો છોડતો ન હતો. પ્રેમિકાને તેણે કહ્યું કે હું મરી જઈશ તેમ કહીને સાસરીમાંથી બોલાવી હતી. સાસરીમાં આવ્યા બાદ પ્રેમિકાને તેના ઘરેથી ભગાડી લઈ ગયો. ત્યાર બાદ તેણે અલગ અલગ સ્થળે બળાત્કાર કરી બંને ઘરે પાછા આવ્યા હતા. એટલું જ નહીં પરત આવ્યા બાદ યુવકે પ્રેમિકાને ઝેરી દવા પીવા માટે દબાણ કરી બંનેએ દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. સોલા પોલીસે યુવકની ધરપકડ કરી છે.

સોલામાં રહેતી યુવતીને અક્ષય નામના યુવક સાથે પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતો. જેની જાણ તેના પરિવારને થતાં યુવતીના બીજે લગ્ન કરાવી દેવાયા હતા. જો કે યુવકે હું મરી જઈશ તેમ કહીને યુવતીને સાસરીએથી પાછી બોલાવી હતી. યુવતી પિયરમાં પરત આવ્યા બાદ તેને લઈને અક્ષય આબુ, અંબાજી, કચ્છ, રણુજા વગેરે સ્થળે નાસી ગયા હતા. જ્યાં અક્ષયે યુવતીને ધમકી આપી અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. બંને અમદાવાદ પરત ફર્યા બાદ પરિવારની બીકથી બંનેએ ઝેરી દવા પી લીધી હતી. આ સમયે પ્રેમીએ પ્રેમિકાને ઝેરી દવા પીવા માટે દબાણ કર્યું હતું. જો કે સમયસર સારવાર મળતા તેમનો બચાવ થયો હતો. આ મામલે યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આરોપી યુવક અક્ષયની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...