તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કોરોના કૌભાંડમાં સામેલ ભાગેડુ ડોક્ટરની ધરપકડ

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ડો. નરેશ મલ્હોત્રાની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ડો. નરેશ મલ્હોત્રાની ફાઇલ તસવીર.
 • મ્યુનિ. હેલ્થ ઓફિસર વતી ડો. નરેશ મલ્હોત્રાએ દોઢ કરોડના બિલ પાસ કરાવવા 10 ટકા લાંચ માગી હતી

સરકારના રેફરન્સથી દાખલ થતાં કોરોનાના દર્દીના બિલ પાસ કરાવવા રૂ. 1.50 કરોડના બિલ પર 10 ટકાની રકમની લાંચ માંગવાના ગુનામાં નાસતા ફરતા ભૂયંગદેવની આદિત્ય હોસ્પિટલના ડો. નરેશ મલ્હોત્રા ની એસીબીએ ધરપકડ કરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં ડેપ્યુટી મ્યુનિસિપલ હેલ્થ ઓફીસર વતી કોવિડ-19 ની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની સારવારના બિલો પાસ કરાવવા માટે લાંચની રકમની માંગણી કરવામાં આવતા આ મામલે અમદાવાદ એસીબીમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ગુનો દાખલ થયા બાદથી ડો. મલ્હોત્રા નાસતા ફરતા હતા, દરમિયાન મંગળવારે તેમની એસીબીએ ધરપકડ કરી હતી.

કોરોનાના પેશન્ટોને મફતમાં સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે અમદાવાદની 50 જેટલી ખાનગી હોસ્પિટલો સાથે કરાર કર્યા છે. તે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેનાર દર્દીએ ફાઈલ અને બિલો ડેપ્યુટી મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ડોક્ટર અરવિંદ પટેલ પાસે મંજૂર કરાવવા પડે છે. અગાઉ સીમ્સ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ ચૂકેલા પેશન્ટોના રૂ.1.50 કરોડના બિલ પાસ કરાવવા બાકી હતા. તે બિલ પાસ કરાવવા માટે અરવિંદ પટેલ વતી બિલની રકમના 10 ટકા (15 લાખ)ની લાંચની માંગણી આદિત્ય હોસ્પિટલના સંચાલક ડોક્ટર નરેશ મલ્હોત્રાએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો