તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્દાફાશ:પાસપોર્ટ માટે નકલી સ્કૂલ લીવિંગ અને ચૂંટણી કાર્ડ બનાવનારની ધરપકડ

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઈલાઈટ વર્લ્ડ વિઝાના સંચાલક પરિમલ મહેતાની ધરપકડ

બોપલ બિનોરી સોનેટમાં રહેતા દંપતીને પાસપોર્ટ માટે પાંચ હજારમાં નકલી સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ, લાઈટબિલ અને ચૂંટણી કાર્ડ બનાવી આપનાર નવરંગપુરાના ઈલાઈટ વર્લ્ડ વિઝાના સંચાલકની પોલીસે ધરપકડ કરી હતી.

બિનોરી સોનેટમાં રહેતા પિનાકી એસીસ ગુહા રોય (30) અને પત્ની શર્મિષ્ઠા ગુહા રોય (28)એ સ્કૂલ લીવિંગ, ચૂંટણી કાર્ડ, લાઈટ બિલના જરૂરી ડોક્યુમેન્ટસ રજૂ કરી પાસપોર્ટ માટે પ્રોસિજર કરતાં, બંનેના પાસપોર્ટ ઈસ્યુ થઇ ગયા હતા. પાસપોર્ટ ઓફિસે બંનેના ડોક્યુમેન્ટસની ખરાઈ કરાતા તેમના સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ, ચૂંટણી કાર્ડ, લાઈટ બિલ નકલી હોવાનું જણાયું હતું. તેમણે પાસપોર્ટની પ્રક્રિયા નવરંગપુરાના ઈસ્કોન કોમ્પ્લેક્ષમાં આવેલા ઈલાઈટ વર્લ્ડ વિઝાની ઓફિસ ધરાવતા પરિમલ મહેતા પાસે કરાવી હતી. પરિમલ મહેતાએ રૂ. 5 હજાર વધારે લઇને ત્રણેય ડોક્યુમેન્ટસ નકલી કઢાવી, તે પાસપોર્ટ માટે મુક્યા હતા.

આ અંગે રિજિયોનલ પાસપોર્ટના ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ હિતેશકુમાર દવેએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે પરિમલ મહેતની ધરપકડ કરી હતી. જેણે 5 હજારમાં નકલી ડોક્યુમેન્ટસ કાઢી આપ્યા હોવાનું કબૂલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...