તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નોટિસ આપવા ગયેલા કોન્સ્ટેબલની ફેંટ પકડનારા બૂટલેગરની ધરપકડ

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક

સોલા પોલીસે અગાઉ ચાણક્યપુરીમાંથી દારૂની 24 બોટલ સાથે ચિરાગ દરબારને ઝડપ્યો હતો. ચિરાગની પૂછપરછમાં તેને દારૂનો જથ્થો તેના ભાઈ અજયસિંહ (ગણેશ આઇકોન, વૈષ્ણોદેવી સર્કલ પાસે)એ આપ્યાનું કબૂલ્યું હતું. આથી સોલા પોલીસે અજયસિંહને પોલીસ સ્ટેશન હાજર થવા નોટિસ આપી હતી, પરંતુ અજયસિંહ હાઈકોર્ટમાંથી આગોતરા જામીનનો ઓર્ડર લઈ આવ્યો હતો. તેમ છતાં તપાસ માટે સોલા પોલીસ તેને પોલીસ સ્ટેશન હાજર થવા નોટિસ આપવા તેના ઘરે ગઈ હતી.

અજયસિંહને એએસઆઈ ગોપાલિસંહ વાઘેલાએ નોટિસ આપી હતી, જેને અજયસિંહે ફાડી દઈ કહ્યું કે, ‘હું હાઈકોર્ટમાંથી જામીન લઈને આવ્યો છું.’ તેણે ગોપાલસિંહની ફેંટ પકડીને તેમની સાથેના પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી. એએસઆઈ ગોપાલસિંહની ફરિયાદના આધારે પોલીસે અજયસિંહ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો