તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સેટેલાઇટની હોટેલના હોલમાં ડિસ્કાઉન્ટ સેલ યોજી ભીડ એકઠી કરનારની ધરપકડ; આયોજક સામે ગુનો નોંધી જામીન પર છોડાયા

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સેટેલાઈટ વિસ્તારની એક પ્રતિષ્ઠિત હોટેલના બેઝમેન્ટમાં આવેલા હોલમાં 100 કરતાં પણ ‌વધારે માણસો ભેગા થયા હોવાથી પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. જોકે આ હોલમાં જુદી જુદી બ્રાન્ડેડ કંપનીઓ દ્વારા કપડાં, બૂટ સહિતની ચીજવસ્તુઓનો સેલ રાખવામાં આવ્યો, જેમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતા સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી આયોજકની ધરપકડ કરી હતી.

સેટેલાઈટની હોટેલના બેઝમેન્ટમાં આવેલા એક હોલમાં બ્રાન્ડેડ કંપનીઓએ કપડાં, બૂટ, ચંપલ સહિતની ચીજવસ્તુઓનો સેલ યોજ્યો હતો, જેમાં દરેક વસ્તુ પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું હતું, જેના કારણે ત્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઈ હતી. આ દરમિયાનમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનના ડીસ્ટાફ પીએસઆઈ કે. ડી. રવિયાને માહિતી મળી હતી કે, હોલમાં 100 કરતાં પણ વધારે માણસો ભેગા થયા છે. આથી ત્યાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થઈ રહ્યો છે, જેના આધારે સેટેલાઈટ પોલીસ ત્યાં પહોંચી હતી અને જોયું તો હોલમાં 100 જેટલા માણસો ભેગા થયા હતા.

પોલીસે પૂછપરછ કરતા આ સેલનું આયોજન ઝવેરીલાલ પુખરાજ જૈન (ઉં.50, મુંબઈ)એ કર્યંુ હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે ઝવેરીલાલ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી તેમની ધરપકડ કરીને જામીન પર મુક્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...