કાર્યવાહી:યમન ગેરકાયદે જઈ આવેલા વ્યક્તિની એરપોર્ટથી ધરપકડ, અમદાવાદ એરપોર્ટ પર તપાસ કરતા ભાંડો ફૂટ્યો

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર
  • કોઝીકોડના રહીશ સામે ગુનો દાખલ કરાયો

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈમિગ્રેશન વિભાગે ગેરકાયદેસર રીતે યમન જઈ આવેલા કોઝીકોડના એક રહીશની ધરપકડ કરી છે. આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.

એરપોર્ટ પર ઈમિગ્રેશન ઓફિસર મિલિન્દ શ્રવણ યુલુએ નોંધાવેલી ફરિયાદ મુજબ સોમવારે કતારથી આવેલી ફલાઈટમાં એક પેસન્જર સજીવન ઈલાવિટી (રહે. કોઝીકોડ)નો પાસપોર્ટ ચેક કરતા તે યમનથી આવેલા હોવાનંુ માલુમ પડ્યું હતું. આ અંગે ઈમીગ્રેશનના નિયમો અનુસાર યમન દેશમાં જવા માટે ભારત સરકાર દ્રારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું, જે અનુસાર ભારત સરકારની પરવાનગી વિના યમન દેશમાં જઈ શકાતું ન હોવાથી સજીવનની પૂછપરછ કરી હતી. ઈલાવિટીની ઈમિગ્રેશનના કાયદા અનુસાર સરકારના જાહેરનામાંના ભંગ અનુસાર તેની ધરપકડ કરવામાં આવી હતી.

યમનમાં જવા કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી
ભારત સરકાર દ્વારા યમનમાં જવા માટે મંજૂરી લેવી પડે છે. આ મામલે કેન્દ્ર સરકારે જાહેરનામુ બહાર પાડ્યું હતું. જે હાલમાં અમલમાં હોવાથી જેથી યમન જવા માટે સરકારની મંજૂરી લેવી જરૂરી છે. હાલમાં પકડાયેલા કોઝીકોડના વતની સામે આ મામલે ગુનો દાખલ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...