પોલીસની કાર્યવાહી:અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પાસેથી 4 ગ્રામ MD ડ્રગ્સ સાથે યુવતીની ધરપકડ, કુલ 1.30 લાખનો મુદ્દામાલ ઝડપાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પાસેથી 4 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે યુવતીની ડીસીપી ઝોન 1 લવીના સિંહના સ્કવોડે ધરપકડ કરી છે. યુવતીએ પુછપરછ દરમ્યાન જણાવ્યું કે ડ્રગ્સનો જથ્થો એક યુવક પાસેથી લાવી હતી. જેના પગલે પોલીસે પેડલરને શોધવાની કવાયત શરૂ કરી છે. જો કે ડ્રગ્સના કેસની વિગતો બહાર લાવવા ઝોન-1થી લઇ વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી છે.

ધરપકડના 12 કલાક બાદ પણ પોલીસ યુવતીની યોગ્ય પુછપરછ કરી શકી નથી
મળતી માહિતી મુજબ ઝોન 1 ડીસીપી સ્ક્વોડને બાતમી મળી હતી કે, વસ્ત્રાપુર આલ્ફાવન મોલથી 132 ફુટ રીંગ રોડ તરફ એક યુવતી રિક્ષામાં ડ્રગ્સ લઈને જાય છે. બાતમીને આધારે રીક્ષામાં આવતી યુવતી જ્યોતિકાબેન પરાગભાઇ ઉપાધ્યાય(ઉ.27, શિવકેદારનાથ ફલેટ, ચાંદલોડીયા)ની તપાસ કરતા મેફેડ્રોન ડ્રગ્સનો 4.320 ગ્રામનો 43,200 નો જથ્થો પકડાયો હતો. પોલીસે કુલ 1.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

પકડાયેલી યુવતી તેના પતિ અને એક બાળક સાથે રહે છે. યુવતી પોતે પીવા માટે ડ્રગ્સ સાહિલ નામના યુવક પાસેથી લાવી હોવાનું બહાર આવ્યું છે. જોકે ધરપકડના 12 કલાક બાદ પણ પોલીસ યુવતીની યોગ્ય પુછપરછ કરી શકી નથી. ઉલ્લેખનીય છે કે, યુવતી ઝોન-1ના સ્કવોડએ પકડી હતી પરંતુ તેની પુરતી વિગતો ડીસીપી, સ્કવોર્ડ કે સ્થાનિક પોલીસ પાસે ન હતી. તમામ લોકો ડ્રગ્સના કેસની વિગતો​​​​​​​છુપાવવાનો પ્રયાસ કરતા હતા તે ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...