ક્રાઇમ:સરખેજમાં પત્નીની ગેરહાજરીમાં સાત વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજારનારા 30 વર્ષના પિતાની ધરપકડ

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • સાળા અને સોસાયટીના લોકોએ પોલીસના હવાલે કર્યો, પિતા સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો

સરખેજ-ફતેવાડીમાં રહેતા નશાખોર તેમજ માનસિક વિકૃત એવા પિતાએ 7 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કર્યુ હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. માતાની ગેરહાજરીમાં પિતાએ દીકરી સાથે દુષ્કર્મ કર્યું હતું. બરાબર આ જ સમયે માતા અને મામા ઘરે આવી જતા તેમણે પિતાને દીકરી સાથે દુષ્કર્મ કરતો રંગે હાથે ઝડપી લીધો હતો. આ અંગે ખુદ માતાની ફરિયાદના આધારે સરખેજ પોલીસે પિતાની ધરપકડ કરી હતી.
સરખેજ - ફતેવાડી આરસીસી રોડ રહેતા ફાતમાબીબીનાં લગ્ન 2010માં શકીલ પઠાણ (30) સાથે થયા હતા. સંતાનમાં તેમને 8 વર્ષનો દીકરો અને 7 વર્ષની દીકરી હતી. ફાતમાબીબી કરિયાણાની દુકાન ધરાવે છે જ્યારે શકીલ પઠાણ કલર કામ કરે છે.
ફાતમાબીબીના ધર્મના ભાઇ તેમની જ સોસાયટીમાં 5 મહિનાથી રહેવા આવ્યા હતા અને તેમના ઘરે લાઈટિંગ અને વાયરિંગનું કામ ચાલતુ હોવાથી તેમના ઘરે ગયા હતા. ત્યારે દીકરો ઘરની બહાર રમી રહ્યો હતો જ્યારે દીકરી ઘરમાં સૂતી હતી.સાંજે 4 વાગ્યે ફાતમાબીબી ભાઈ - ભાભી સહિતના સભ્યો સાથે ચા - નાસ્તો કરવા માટે પોતાના ઘરે આવ્યા ત્યારે જોયું તો દરવાજા પાસે પલંગ ઉપર શકીલ પઠાણ દીકરી સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો.  આ દ્રશ્ય જોઇને ફાતમાબીબી તેમજ  તેમના ભાઇ - ભાભીએ શકીલને મારીને ઉભો કરી દીધો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા સરખેજ પીઆઈ બી.બી.ગોયલ સ્ટાફ સાથે આવી પહોંચ્યા હતા. આ અંગે ફાતમાબીબીની ફરિયાદના આધારે પોલીસે શકીલ પઠાણ વિરુદ્ધ દુષ્કર્મ તેમજ પોક્સો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.   (પાત્રોના નામ બદલ્યા છે)
આરોપીનો સોલા સિવિલમાં કોરોના ટેસ્ટ કરાવાયો
દુષ્કર્મનો ભોગ બનનારી બાળકીને પોલીસે સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. જ્યાં તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જ્યારે તેના પિતાની ધરપકડ કર્યા બાદ સોલા સિવિલ હોસ્પિટલમાં તેનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હોવાથી હાલમાં તેને સોલા સિવિલમાં ક્વોરન્ટાઈન  હેઠળ રાખવામાં આવ્યો છે.- બી.બી.ગોયલ, પીઆઈ, સરખેજ

અન્ય સમાચારો પણ છે...