• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Arrangement Of 260 Tents And 50 Medical Camps For The Service Of The Sangh After Ambaji, 2 Thousand Sanghs Of The State Including 60 From Ahmedabad Will Hoist The Flag On The Day Of Poonam.

ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ:અંબાજી જતાં સંઘની સેવા માટે 260 ટેન્ટ અને 50 મેડિકલ કેમ્પની વ્યવસ્થા, અમદાવાદથી 60 સહિત રાજ્યના 2 હજાર સંઘ પૂનમના દિવસે ધજા ચઢાવશે

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંબાજી મંદિરના ટ્રસ્ટે દર્શનનો સમય સવારે 5થી રાતના 12 વાગ્યા સુધી કર્યો

અંબાજી ખાતે હજારો ભક્તોની ઉપસ્થિતિમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. 10 સપ્ટેમ્બર સુધી ચાલનારો આ મેળો કોરોનાના બે વર્ષ બાદ કોઈ પણ પ્રતિબંધ વગર ભરાયો હોવાથી આ વર્ષે મેળામાં 25 લાખથી વધુ ભક્તો દર્શન માટે આવે તેવી શક્યતા છે. ભાદરવા મહિનાની શરૂઆતથી અત્યાર સુધી દોઢ લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યાં છે.

60 જેટલા નાના-મોટા સંઘોએ પ્રસ્થાન કર્યું
​​​​​​​
આ વર્ષે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કરવા માટે અંબાજી ધામ પહોંચી રહ્યા છે, જેમાં અમદાવાદથી લગભગ 60 જેટલા નાના-મોટા સંઘોએ અંબાજી માટે ભાદરવી એકમથી પ્રસ્થાન કર્યું છે. કોરોના મહામારી દરમિયાન બે વર્ષ યાત્રા બંધ રહેતા અનેક લોકોની માનતા બાકી હતી જે પૂર્ણ કરવા આ વખતે અંબાજી જનારા ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય તેવી શક્યતા છે. મા અંબાના દરબારમાં આવનારા ભક્તોની સંખ્યા વધે તેવી શક્યતાને પગલે અંબાજી ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં સવારે અને સાંજે 1-1 કલાકનો વધારો કરાયો છે અને હવે લોકો સવારે 5 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી માતાજીના દર્શન કરી શકશે.

વ્યાસવાડી પગપાળા સંઘ 25 ધજા ચઢાવશે
શહેરના 180 વર્ષ જૂના લાલ ડંડાવાળા સંઘ સહિત 60 જેટલા સંઘો મળી રાજ્યમાંથી 2 હાજરથી વધુ સંઘ પૂનમ સુધીમાં અંબાજી પહોંચશે. ભક્તો માટે માર્ગમાં 260થી વધુ ટેન્ટ તેમ જ 50થી વધુ મેડિકલ કેમ્પની વ્યવસ્થા કરાઈ છે. 12 નિશાન સાથે કર્ણમુક્તેશ્વર મહાદેવથી પ્રસ્થાન કરનાર શિવશક્તિ પગપાળા સંઘ બારસના દિવસે અંબા માતાને નિશાન અર્પણ કરશે. જ્યારે રજત જયંતી વર્ષેમાં બાવન ગજની ધજા તેમ જ અન્ય 24 ધજાઓ સાથે નિકળેલો વ્યાસવાડી પગપાળા સંઘ પૂનમના દિવસે ધજા ચઢાવશે.

અન્ય સમાચારો પણ છે...