ગુજરાત સહિત દેશભરમાં આજરોજ રવિવારે મેડિકલના પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ માટે NEET - PGની પરીક્ષા લેવામાં આવી હતી. એમબીબીએસનો અભ્યાસ કર્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે નેશનલ એન્ટરન્સ એક્ઝામિનેશન ટેસ્ટ લેવામાં આવે છે. વર્ષ 2023ની NEET - PG માટે દેશભરમાંથી બે લાખ 9 હજારથી વધારે એમબીબીએસ પૂર્ણ કરી ચૂકેલ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.
રાજ્યમાં અંદાજે 7 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
સવારે 9:00 વાગે શરૂ થયેલી આ પરીક્ષા 12:30 પૂર્ણ થઈ હતી. ગુજરાતમાં અંદાજે 7000થી વધારે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે. રાજ્યની કુલ 36 મેડિકલ કોલેજ પૈકી 18 મેડિકલ કોલેજમાં નીટ પીજીનો અભ્યાસક્રમ ચાલે છે. જેની 2000 જેટલી બેઠકો માટે એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ પોતાનું નસીબ અજમાવ્યું છે. આ પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવામાં આવી છે. જેમાં ત્રણ કલાકના સમયગાળા દરમિયાન MCQ પ્રકારના 800 ગુણના 200 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
પરીક્ષાનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો
નીટ પીજી પરીક્ષાનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ તેમના ઇન્ટર્નશીપ મોડી પૂર્ણ થવા જઈ રહી હતી, જેથી તેઓ પરીક્ષામાં દાવેદારી કરવાને પાત્ર ન હતા. આવા વિદ્યાર્થીઓએ પરીક્ષા મોકૂફ રાખવાની માગ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે અરજદારોની અરજી ફગાવી દીધી હતી અને 5 માર્ચે નિશ્ચિત કરાયેલી તારીખ પ્રમાણે જ પરીક્ષા લેવાનો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.