પીએસઆઈ ભરતી વિવાદ:PSI ભરતી મુદ્દે બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ, 8 જૂને હાઈકોર્ટ ચુકાદો આપશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ
  • હાઇકોર્ટે પોતાનો ચુકાદો 8 જૂન સુધી અનામત રાખ્યો
  • હાઈકોર્ટમાં વેકેશન બેચ સમક્ષ સુનાવણી ચાલતી હતી
  • આજથી રાબેતા મુજબ કોર્ટની કાર્યવાહી શરૂ થઈ ગઈ

પીએસઆઇ ભરતી પ્રક્રિયાના વિવાદ મુદ્દે હાઇકોર્ટમાં બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. હવે આવતી 8મી જૂનના રોજ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. અગાઉ આ બાબતે સુનાવણી વેકેશન બેચ સમક્ષ ચાલતી હતી. પરંતુ આજથી રાબેતા મુજબ કોર્ટની કાર્યવાહી ચાલુ થઈ છે, ત્યારે આ મામલે સુનાવણી હાથ ધરાઈ છે.

રેગ્યુલર બેન્ચ સમક્ષ ભરતી મુદ્દે સુનાવણી
ગુજરાત હાઇકોર્ટમાં PSI ભરતી પ્રક્રિયા મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારની દલીલો પૂર્ણ થઈ છે. બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટે પોતાનો ચુકાદો 8 જૂન પર અનામત રાખ્યો છે, એટલે કે 8મી જૂને કોર્ટ ચુકાદો આપશે. અગાઉ વેકેશન બેચ સમક્ષ આ મામલે સુનવણી હાથ ધરવામાં આવતી હતી. પરંતુ હવે હાઈકોર્ટમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં રેગ્યુલર બેન્ચ સમક્ષ આજે સુનાવણી હાથ ધરાઈ. સરકારે દાવો કર્યો છે કે, તમામ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે કરવામા આવી છે. ઉપરાંત સરકાર તરફથી દરેક કેટેગરીના ત્રણ ગણા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભરતી પ્રક્રિયામા ઉમેદવારોના તમામ મૌલિક અધિકારોનું ધ્યાન રાખવામાં આવ્યુ છે.

ભરતી માટે 3 ગણા ઉમેદવારો ન બોલાવવાના નિયમનું પાલન નહીં
પીએસઆઇની ભરતી માટે પ્રિલિમ પરીક્ષા યોજાયા બાદ જેના પરિણામના મેરિટમાં દરેક કેટેગરીના પાસ થયેલા ઉમેદવારોના ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાના નિયમનું પાલન નહીં થયું હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં અરજી કરી છે. કુલ જગ્યાની સામે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી એવી અરજદારોએ રજૂઆત કરી છે.

GPSC પેટર્ન મુજબ અનામત અને બિન અનામત 3 ગણા ઉમેદવારો સમાવેશ કરવા માગ
GPSC પેટર્ન પ્રમાણે જે-તે કેટેગરી પ્રમાણે એટલે કે ST, SC OBC અને બિનઅનામત વર્ગના ઉમેદવારોની કેટેગરી અનુસાર કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવો જોઈએ, જોકે તેમ નથી કરવામાં આવ્યું. જનરલ કેટેગરીની બેઠકો જ ઓછી કરી દેવાઈ, ઉપરાંત એક્સ આર્મીમેનને પણ આ ભરતી પ્રક્રિયામાં થયેલ અન્યાય મુદ્દે અરજી કોર્ટ સમક્ષ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...