તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Argument Between Two Sisters Married In The Same House, Elder Sister Try Commits Suicide On Riverfront Due To Younger Sister's Harassment

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરકંકાશ:એક જ ઘરમાં પરણેલી બે બહેનો વચ્ચે ઝઘડો, નાની બહેને કહ્યું હું ફિનાઈલ પી લઈશ, મોટી રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિલા હેલ્પલાઈને મદદ કરીને મામલો શાંત કર્યો - Divya Bhaskar
મહિલા હેલ્પલાઈને મદદ કરીને મામલો શાંત કર્યો
  • 7 વર્ષથી પતિ સાથે માતાના ઘરે રહેતી મોટી બહેન નાની બહેનને સાસરીમાં સમજાવવા જતાં આપઘાત કરવા ફીનાઇલ લઈ આવી
  • નાની બહેનને ફીનાઇલ પીતા રોકી પોતે પતિ સાથે મરવાનું વિચારી રિવરફ્રન્ટ પર પહોંચી ગઈ

અમદાવાદમાં એક જ ઘરમાં બે બહેનો પરણી હતી અને બાદમાં બંને બહેનો વચ્ચે ઘરમાં દેરાણી- જેઠાણીનો સંબંધ ન સચવાતા અલગ રહેવા ગયા હતા. જે બાબતે સમજાવટ માટે ભેગા થયા હતા. આ દરમિયાન નાની બહેને ફીનાઇલ પી લેવાની ધમકી આપી હતી. જેથી મોટી બહેન પણ નદીમાં કુદી આપઘાત કરવા રિવરફ્રન્ટ પહોંચી હતી. જો કે મહિલા હેલ્પલાઇન 181ની મદદથી મહિલાને તેના પતિને બોલાવી સમજાવ્યા હતા અને કાયદાકીય સલાહ આપી અને ઘરે પરત મોકલ્યા હતા.

મહિલા હેલ્પલાઈનની ટીમ સ્થળ પર પહોંચી
શહેરના ઉસ્માનપુરા સાબરમતી રિવરફ્રન્ટ પરથી મહિલા હેલ્પલાઈનને એક મહિલાનો ફોન આવ્યો હતો કે તેઓ સાબરમતી રિવરફ્રન્ટ પર આત્મહત્યા કરવા કિનારી પર બેઠા છે અને હવે તેમને જીવવું નથી. જેથી મહિલા હેલ્પલાઈનની ટીમે બહેનને ફોન ચાલુ રાખી સાંત્વના આપી ત્યાંથી દૂર જવા કહ્યું બાદમાં લોકેશન મેળવી ત્યાં ટીમ પહોંચી ગઈ હતી.

રિવરફ્રન્ટ પર મહિલા હેલ્પલાઈનની ટીમ પહોંચી અને સમજાવટ બાદ મામલો શાંત થયો( ફાઈલ ફોટો)
રિવરફ્રન્ટ પર મહિલા હેલ્પલાઈનની ટીમ પહોંચી અને સમજાવટ બાદ મામલો શાંત થયો( ફાઈલ ફોટો)

બંને બહેનો વચ્ચે સંબંધમાં મનમેળ રહ્યો નહોતો
મહિલા હેલ્પલાઈનની ટીમે ત્યાં જઈ પૂછપરછ કરતા શહેરના વિસ્તારમાં એક જ ઘરમાં બે બહેનોને પરણાવી હતી વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતાં 7 વર્ષ પહેલાં બંને બહેનો વચ્ચે દેરાણી- જેઠાણીના સંબંધોમાં મનમેળ રહયો ન હતો અને પતિ તેમજ બાળકો સાથે ઘરેથી નીકળી માતાના ઘરે રહેવા ગયા હતા. મોટી બહેન તેમના સાસરીમાં નાની બહેન અને સસરાને સમજાવવા માટે ગયા હતા.

નાની બહેને આત્મહત્યા કરવાની ધમકી આપી
ત્યારે નાની બહેને તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું. બંને વચ્ચે બોલાચાલી થતા નાની બહેન ફીનાઇલ લઈને આવી હતી અને આત્મહત્યાની ધમકી આપી હતી જેથી મોટી બહેને તેને રોકી અને પોતે પતિ સાથે આત્મહત્યા કરવાનું વિચારી અને સાબરમતી રિવરફ્રન્ટ પર આવી ગયા હતા. મહિલા હેલ્પલાઈનની ટીમે તેમના પતિને ફોન કરી બોલાવ્યા હતા અને સમજાવ્યા હતા. જો કે તેઓ પોલીસ ફરિયાદ કરવા ન માગતા હોય અને ઘરે પોલીસ ન બોલાવવી હોય તેઓને મહિલા હેલ્પલાઈનની ટીમે કાયદાકીય સમજ આપી અને પતિ સાથે ઘરે પરત મોકલી મહિલાનો જીવ બચાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો