અમદાવાદ જળબંબાકાર LIVE:પ્રહલાદનગર પાસેના ઔડા તળાવની પાળ તૂટતા વ્રજવિહાર એપાર્ટમેન્ટમાં પાણી ઘૂસ્યાં, આખેઆખી કાર ડૂબી; 3 કલાક ભારે વરસાદની આગાહી, શાળા-કોલેજોમાં રજા

અમદાવાદ5 મહિનો પહેલા
  • પાલડીમાં 12 ઈંચ તો બોડકદેવ, ઉસ્માનપુરામાં 8 ઈંચથી વધુ વરસાદ
  • રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહીને પગલે મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી
  • અમદાવાદમાં 3 દિવસમાં સીઝનનો 30 ટકા વરસાદનો ક્વોટા પૂરો થયો

રવિવારે સાંજે શહેર અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થરૂ થયો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે શહેરમાં ધોધમાર વરસાદ પડી શરૂ થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 4 કલાકમાં સરેરાશ 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌથી વધુ 12.08 ઇંચ જેટલો વરસાદ પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં પડ્યો છે. હજુ આગામી 3 કલાક તથા આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. વરસાદના પગલે આવતીકાલે શાળા-કોલેજોમાં બંધ રાખવા કલેક્ટરે આદેશ કર્યો છે. ભારે વરસાદની સ્થિતિને કારણે સિલ્વર ઓક કોલેજે એક્ઝામ મોકૂફ રાખી છે.

સિલ્વર ઓક કોલેજે એક્ઝામ પોસ્ટપોન કરી
સિલ્વર ઓક કોલેજે એક્ઝામ પોસ્ટપોન કરી
ઔડા તળાવની પાળૂ તૂટતા આસપાસની સોસાયટીમાં પાણી ઘૂસ્યાં
ઔડા તળાવની પાળૂ તૂટતા આસપાસની સોસાયટીમાં પાણી ઘૂસ્યાં

પ્રહલાદનગરના ઔડા તળાવની પાળી તૂટી
ભારે વરસાદને કારણે પ્રહલાદનગર રોડ પર આવેલા ઔડા તળાવની પાળી તૂટી છે. તેની પાસે આવેલી વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, પાર્કિંગમાં ઊભેલી કાર આખેઆખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. હજુ વરસાદ પડશે તો પરિસ્થિતિ કેવી થશે તેવી એપાર્ટમેન્ટના રહિશોને ચિંતા છે.

પાર્કિંગમાં પાર્ક કરેલી ફોર વ્હિલ્સ આખેઆખી પાણીમાં ડૂબી ગઈ
પાર્કિંગમાં પાર્ક કરેલી ફોર વ્હિલ્સ આખેઆખી પાણીમાં ડૂબી ગઈ

હાલમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ થયો છે. શહેરમાં 3 દિવસમાં છેલ્લા 3 દિવસમાં સીઝનનો 30 ટકા વરસાદ થઈ ગયો છે. રવિવારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ તથા આગામી બે દિવસ હજુ ભારે વરસાદની આગાહીને પગલે મુખ્યમંત્રીએ તાબડતોબ ઈમરજન્સી બેઠક બોલાવી હતી.

અમદાવાદમાં વરસાદ બાદ અનેક સ્થળોએ પાણી ભરાયા
અમદાવાદમાં વરસાદ બાદ અનેક સ્થળોએ પાણી ભરાયા

નહેરુનગરથી માણેકબાગનો BRTS રૂટ બંધ કરાયો
દાણીલીમડા પંચવટી વિસ્તારની તમામ સોસાયટીઓમાં ઘરમાં કમર સુઘી વરસાદનું પાણી છે. માણેકબાગ વિસ્તારમાં હજી પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નહેરુનગરથી માણેકબાગ સુધી પાણી ભરાઇ જતા BRTS રૂટ પણ બંધ કરી દેવો પડ્યો છે. જેના કારણે અનેક અમદાવાદીઓ હજી પણ ફસાયા છે.

થલતેજમાં રોડ પર પાણી ભરાયા
થલતેજમાં રોડ પર પાણી ભરાયા

મ્યુનિ. કમિશરે બોલાવી બેઠક
શહેરમાં સાંજે 7 વાગ્યા બાદ શરૂ થયેલા ધોધમાર વરસાદના પગલે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમેશ મેરજા, સીટી ઈજનેર હરપાલસિંહ ઝાલા, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટ પાલડી મુખ્ય કંટ્રોલરૂમમાં પહોંચ્યા હતા અને શહેરમાં વરસાદની પરિસ્થિતિનો ચિતાર મેળવી અધિકારીઓ કર્મચારીઓને જરૂરી સૂચના આપી હતી.

મ્યુનિ. કમિશનરે બોલાવેલી બેઠકની તસવીર
મ્યુનિ. કમિશનરે બોલાવેલી બેઠકની તસવીર

પાણી ભરાતા શહેરમાં 5 અંડરબ્રિજ બંધ કરાયા
ભારે વરસાદના પગલે મીઠાખળી અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર માટે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સરખેજનો મકરબા અંડરબ્રિજ, પરિમલ અંડરબ્રિજ, વેજલપુર અંડરબ્રિજ, વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ અંડરબ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે. આમ કુલ 5 જેટલા અંડરબ્રિજ હાલમાં બંધ કરાયા છે. ભારે વરસાદ અને પવનથી બોડકદેવ અને ઇસનપુરમાં ઝાડ પડવાની ઘટના બની છે. જેને દૂર કરવા માટે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. નારણપુરા વિસ્તારમાં આવેલા ડી. કે પટેલ હોલની પાછળ રંગમિલન સોસાયટીમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ છે.

થલતેજના વિહારધામ એપાર્ટમેન્ટમાં ઘરોમાં ગટરના પાણી ફરી વળ્યા
થલતેજના વિહારધામ એપાર્ટમેન્ટમાં ઘરોમાં ગટરના પાણી ફરી વળ્યા

થલતેજમાં ગટરનું પાણી ઘરમાં ફરી વળ્યું
અમદાવાદમાં એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડતાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે. થલતેજ, કેશવબાદ, વેજલપુર, હેલ્મેટ સર્કલ વગેરે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે થલતેજમાં લવકુશ ટાવર પાસે વિહારધામ એપાટૅમેન્ટમાં કેટલાક ઘરોમાં ગટરનું પાણી ફરી વળ્યું હતું.

મુખ્યમંત્રીએ ઈમજરન્સી બેઠક બોલાવી
રવિવારે દક્ષિણ તથા મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં થયેલા વ્યાપક અને ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા માટે મુખ્યમંત્રીએ તાબડતોબ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ જિલ્લાના જિલ્લા કલેકટરો સાથે ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર SEOCથી બેઠક કરીને મુખ્યમંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રીની ફાઈલ તસવીર
મુખ્યમંત્રીની ફાઈલ તસવીર

રાજ્યમાં 3250 લોકોનું રેસ્ક્યુ કરાયું
દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના પગલે મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી આ સાથે જ રાજ્યમાં હજુ આગામી બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. એવામાં NDRFની 13 ટીમ અને SDRFની 16 પ્લાટુન હાલ તૈનાત કરવામાં આવી છે. છોટા ઉદેપુરમાં વડોદરાથી SDRFની 1 પ્લાટુન મદદ માટે રવાના કરવામાં આવી છે. ઉપરાંત છોટા ઉદેપુરથી 400 લોકો નવસારીમાં 550 લોકો અને વલસાડમાં 470 લોકો સહિત રાજ્યમાં 3250 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલું છે. રાજ્યમાં 10મી જુલાઈના રોજ ભારે વરસાદના પગટેલ સ્ટેટ હાઈવે, પંચાયત હાઈવે અને અન્ય માર્ગો મળીને કુલ 388 રસ્તા બંધ કરવા પડ્યા છે.

શાળા-કોલેજો બંધ રાખવા કલેક્ટરનું જાહેરનામું
શાળા-કોલેજો બંધ રાખવા કલેક્ટરનું જાહેરનામું

ચાર દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. દરમિયાન આજે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી
આવતીકાલે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હજુ સુધી 10.19 ઈંચ વરસાદ નોંધાયો છે
રાજ્યમાં હજુ સુધી 10.19 ઈંચ સાથે મોસમનો સરેરાશ 30.47 ટકા વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે સૌથી ઓછો વરસાદ પડયો હોય તેવા જિલ્લામાં કચ્છ મોખરે હોય છે. પરંતુ આ વખતે અત્યારસુધીની સ્થિતિ અલગ છે. કચ્છમાં મોસમનો સૌથી વધુ 56 ટકા જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 18.41 ટકા વરસાદ નોંધાયો છે.કચ્છમાં 1992થી 2021ની સરેરાશ જોવામાં આવે તો ચોમાસા દરમિયાન 17.95 ઈંચ વરસાદ પડતો હોય છે, જેની સરખામણીએ આ વર્ષે 10.23 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં મોસમનો 37.62 ટકા, દક્ષિણ ગુજરાતમાં 35.90 ટકા વરસાદ નોંધાયો છે.ઉત્તર ગુજરાતમાં 5.39 ઈંચ સાથે મોસમનો 19.06 ટકા જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 5.82 ઈંચ સાથે મોસમનો 18.41 ટકા વરસાદ નોંધાયો છે.

આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

શનિવારે 193 તાલુકાઓમાં વરસાદ
શનિવારે રાજ્યમાં 193 તાલુકાઓમાં મેઘ મહેર થવા પામી છે. સૌથી વધુ વરસાદ ધરમપુર, વાંસદા, ચિખલી, કપરાડા, ખેરગામ, આહવા અને ઉમરપાડામાં નોંધાયો છે. તે ઉપરાંત જોઈએ તો સંખેલા, ઉચ્છલ, મુંદ્રા, પારડી, વાપી, તિલકવાડા, વલસાડ, ગરૂડેશ્વર, ડોલવણ તથા સોજિત્રા સહિતના વિસ્તારોમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે સવારની વાત કરીએ તો 50 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં વઘઈ, દેડિયાપાડા, આહવા, ડોલવણ, સાગબારા, વાંસદા અને મુંદ્રામાં દોઢ ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં પડેલા વરસાદના આંકડા
અમદાવાદમાં પડેલા વરસાદના આંકડા
અન્ય સમાચારો પણ છે...