રાજ્યકક્ષાના 9 મંત્રીઓ:PhDથી માંડી સહકારી ક્ષેત્રના અગ્રણીઓ છે; 8 પુરુષ અને એક મહિલાનો સમાવેશ, જ્ઞાતિના સમિકરણોને ધ્યાનમાં લેવાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નિમિષા સુથાર - મોરવા હડફ - Divya Bhaskar
નિમિષા સુથાર - મોરવા હડફ

નિમિષા સુથારઃ બક્ષીપંચ-આદિવાસીનો સમન્વય
મોરવાહડફમાંથી ચુંટાયેલા છે. મોરવાહડફની વિધાનસભાની બેઠક ઉપરથી વર્ષ ૨૦૨૧માં પેટાચૂંટણીમાં વિજેતા થયા છે. અગાઉ તેઓ વર્ષ ૨૦૧૩-૧૭ દરમિયાન ગુજરાત વિધાનસભામાં મોરવાહડફથી પ્રતિનિધિત્વ કરેલું છે. બક્ષીપંચ અને આદિવાસીનો સમન્વય હોવાથી મંત્રી પદ મળ્યું.

કીર્તિસિંહ પ્રભાતસિંહ વાઘેલાઃ 2017માં 10 હજારની લીડ મળી હતી
કાંકરેજમાંથી ચૂંટાયેલા છે. તેમણે અન્ડર ગ્રેજયુએટ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. પ્રદેશ ઉપાધ્યક્ષ, કિસાન મોરચો, ભારતીય જનતા પક્ષ; પ્રદેશ મંત્રી, પદે રહી ચૂક્યા છે. 2017 માં પ્રથમ વખત 10 હજારની લીડથી ચૂંટાયા હતા. આર.એસ.એસના કાર્યકર છે.

ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમારઃ ક્ષત્રિય સમાજમાં વર્ચસ્વ ધરાવે છે
પ્રાંતિજમાંથી ચૂંટાયેલા છે. તેમણે ટી.વાય.બી.એ. સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ વાંચન અને ક્રિકેટનો શોખ ધરાવે છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા વિસ્તારમાં તેઓ ક્ષત્રિયસમાજમાં વર્ચસ્વ ધરાવતા હોવાથી પસંદગી કરાયાનું મનાય રહ્યંુ છે.

અરવિંદ ગોરધનભાઈ રૈયાણીઃ સૌરાષ્ટ્રમાં નવો પાટીદાર ચહેરો
રાજકોટમાંથી ચૂંટાયેલા છે. તેમણે S.S.C.સુધીનો અભ્યાસ કરેલ છે. તેઓ વેપાર સાથે સંકળાયેલા છે. તેઓ વાંચન અને ક્રિકેટનો શોખ ધરાવે છે. સૌરાષ્ટ્રના નવા પાટીદાર નેતા તરીકે ભાજપનો ચહેરો બને તેવા હેતુ સાથે તેમનો મંત્રી મંડળમાં પ્રવેશ થયાની ચર્ચા. મનપામાં બાંધકામ સમિતીના ચેરમેન અને શાસકપક્ષના નેતા તરીકેનો હોદ્દો ભોગવ્યો હતો.

દેવાભાઇ પુંજાભાઇ માલમઃ સહકારી ક્ષેત્રના અગ્રણી છે
કેશોદમાંથી ચૂંટાયેલા છે. તેમણે અન્ડર મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ પ્રાથમિક કૃષિ સહકારી મંડળીના પ્રમુખ પદે સેવાઓ આપી રહ્યા છે. કોળી સમાજમાંથી આવતા હોય મહત્વ આપવામા આવ્યું છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં એક માત્ર ભાજપના ધારાસભ્ય છે. કોળી મતદારોને ​​​​​​​આકર્ષવા પસંદગી થઇ હોવાનુું માનવામાં આવે છે.

​​​​​​​કુબેરભાઇ મનસુખભાઇ ડીંડોરઃ મહિસાગરના ‘વિકાસ પુરુષ’
સંતરામપુર માંથી ચૂંટાયેલા છે. તેમણે એમ.એ., પીએચ.ડી.નો અભ્યાસ કરેલો છે. તેઓ શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ લેખન, વાંચન અને ક્રિકેટનો શોખ ધરાવે છે. મહિસાગરમાં ‘વિકાસ પુરુષ’ તરીકે ઓળખાય છે. કુબેર ડીડોંર શિક્ષીત અને આદિવાસી પટ્ટામાંથી આવતા તેઓની પંસદગી મંત્રીમાં થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

​​​​​​​રાઘવભાઇ સી. મકવાણાઃ કોળી સમાજના મજબૂત નેતા
મહુવામાંથી ચૂંટાયેલા છે. તેમણે ડિપ્લોમા એન્જિનિયરીંગનો પ્રથમ વર્ષ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ટ્રાન્સપોર્ટ, વેપાર અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ કોળી સમાજના મજબૂત નેતા હોવાને કારણે સ્થાન મળ્યંુ છે. કુંવરજી બાવળીયાને પડતા મુકી તેમની જગ્યાએ મકવાણાને મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે.

​​​​​​​વિનોદભાઇ અમરશીભાઇ મોરડીયાઃ પાટીદારોનો વિશ્વાસ જીતવા પસંદગી​​​​​​​
કતારગામમાંથી ચૂંટાયેલા છે. તેમણે એસ.એસ.સી. સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને સમાજ સેવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પાટીદાર સમાજનો વિશ્વાસ જીતવા બદલ તેમજ આરોગ્યમંત્રી કાનાણીને હટાવ્યા બાદ પાટીદારોને સાચવવા તેઓની પસંદગી કરાઇ છે.

​​​​​​​મુકેશભાઇ ઝીણાભાઇ પટેલ​​​​​​​ઃ નિર્વિવાદીત છબી ધરાવે છે
ઓલપાડમાંથી ચૂંટાયેલા છે. તેમણે એચ.એસ.સી. પુરુ કર્યા બાદ ડ્રાફ્ટ્સમેન સિવિલ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ પેટ્રોલપંપના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેરમી ગુજરાત વિધાનસભા, ર૦૧૨-૧૭ માં ચૂંટાયા હતા. તેઓની નિર્વિવાદીત છબી અને દર્શના જરદોસ સાથે ઘરોબાને લઇ પસંદગી કરાઇ.

અન્ય સમાચારો પણ છે...