કરોડો રૂપિયાની ઠગાઈ:અમદાવાદમાં અર્બુદા ક્રેડિટ કો. ઓ. સોસાયટી કૌભાંડમાં વોન્ટેડ મહિલા પકડાઈ

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝની ટીમે આબુથી ધરપકડ કરી
  • ક્રેડિટ સોસાયટીના નામે લોકોના કરોડો રૂપિયા ઠગી લીધા હતા

અર્બુદા ક્રેડિટ કો. ઓ.સોસાયટીના નામની ક્રેડિટ સોસાયટીની સ્થાપના કરી નાના રોકાણ સામે મોટી રકમનંુ વળતર આપવાની લાલચ આપી ગુજરાતના વિવિધ શહેરોમાં બ્રાંચ ખોલીને લોકોના કરોડો રૂપિયાનું ફુલેકંુ ફેરવી ફરાર થઈ ગયેલા ક્રેડિટ સોસાયટીના સંચાલકો પૈકી પાંચ વર્ષથી વોન્ટેડ મહિલા સંચાલક નિશા અગ્રવાલની સીઆઈડી ક્રાઈમ એન્ડ રેલવેઝની ટીમે રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતેથી ધરપકડ કરી હતી.

રાકેશકુમાર અગ્રવાલ ઉર્ફે બોબીભાઈ, આશાબેન અગ્રવાલ, તથા વાઈસ ચેરમેન નિશા અગ્રવાલ ( ગોરા છાપરા, માઉન્ટ આબુ, રાજસ્થાન) તથા અન્ય લોકોએ ભેગા મળીને અર્બુદા ક્રેડિટ કો.ઓ સોસાયટીના નામે કંપની ખોલી હતી. આરોપીઓએ રોકાણકાર ગ્રાહકોને ઊંચો વ્યાજદર આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈને અલગ અલગ સ્કીમોમાં મોટી રકમનું રોકાણ કરાવ્યંુ હતું. ત્યારબાદ પાકતી મુદતે પૈસા ચૂકવ્યા ન હતા.

આરોપી મહિલાની 21 ગુનામાં સંડોવણી
અર્બુદા ક્રેડીટ કો ઓ સોસાયટીના સંચાલકો પૈકીની એક નિશાબેન અગ્રવાલ તથા અન્ય આરોપીઓ સામે રાજયભરમાં 21 ગુના દાખલ થયા હતા. જેમાં ભીલડી, ભાભર, પાટણ, હિંમતનગર, મોડાસા ટાઉન, વિરમગામ, પાલનપુર ,ડીસા, ધાનેરા, દિયોદર, ખેડબ્રહ્મા, ઈડર, પ્રાંતિજ, ભિલોડા, વિસનગર, કલોલ, માણસા, સુરેન્દ્રનગર, બાલાસિનોર, સાણંદ અને કપડવંજ પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...