એનાલિસિસ:માર્ચની તુલનાએ એપ્રિલમાં 80 હજાર ઇ-વે બિલ ઓછાં બન્યાં; નાણાકીય વર્ષના પ્રારંભે જ લે-વેચની ગતિ ધીમી પડી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ચની સરખામણીએ એપ્રિલમાં રાજ્યની આવકમાં 20 ટકા ઘટાડો થશે

દેશમાં માર્ચમાં 7.78 કરોડ ઇ-વે બિલ બન્યા હતા. જ્યારે રાજ્યમાં 3 કરોડ ઇ-વે બિલ બન્યા હતા. જેની સામે રાજ્યમાં એપ્રિલમાં ઇ-વે બિલની સંખ્યા 20 ટકા ઘટાડો નોંધાયો છે. માર્ચની સરખામણીએ એપ્રિલમાં ઈ-વે બિલમાં 80 હજારનો ઘટાડો નોંધાયો હતો. નવા નાણાકીય વર્ષના પ્રારંભે માલની લે-વેચની ગતિ ધીમી પડતાં ઈ-વે બિલમાં ઘટાડો આવ્યો છે. વિવિધ વેપારી એસોસિએશનના જણાવ્યા અનુસાર માર્ચમાં નાણાકીય વર્ષ પૂર્ણ થતું હોવાથી સ્ટોક ક્લિયરન્સના કારણે વેપાર સારો થયો હતો.

માર્ચમાં 7.78 કરોડ ઇ-વે બિલ સરખામણીમાં એપ્રિલમાં 75 લાખ ઇ-વે બિલ જનરેટ થયા હતા. જ્યારે માર્ચમાં સૌથી વધારે ઇ-વે બિલ જનરેટ થયા હતા. વિવિધ વેપારી એસોસિએશને જણાવ્યું હતું કે, વેપારીઓ પોતાના ટાર્ગેટને એચીવ કરવા માટે અને સ્ટોક ક્લિયરન્સને લઇને તેમજ નાણાકીય વર્ષના અંતને લઇને સૌથી વધારે માલની લેવડ દેવડ થઇ હતી. જેના કારણે સરકારને રૂ. 1.78 કરોડ આવક થઇ હતી. જ્યારે એપ્રિલ માસમાં આ જ ઇ-વે બિલમાં મોટો ઘટાડો થયો હતો. જેમાં આશરે 20 લાખ જેટલા ઇ-વે બિલ ઓછા થયા છે.

ગુજરાતમાં આશરે 80 હજાર જેટલા ઇ-વે બિલ ઓછા બન્યા હતા. આમ વર્ષ પૂરું થતાં નવા વર્ષના પહેલા મહિનામાં માલની લે-વેચની ગતિવિધી ધીમી પડતાં સરકારની આવક પણ ઘટશે.

અન્ય સમાચારો પણ છે...