અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી ચોમાસામાં મિશન મિલિયન ટ્રી કાર્યક્રમ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં 21 લાખ વૃક્ષો વાવવામાં આવશે. જેના માટે થનાર અંદાજે રૂ. 17 કરોડનો ખર્ચ થશે. જે ખર્ચની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવા અંગેની દરખાસ્ત રિક્રિએશનલ કમિટીમાં આપવામાં આવી છે. બે લાખ ચો.મી. જગ્યામાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવશે.
રિક્રિએશનલ કમિટિના ચેરમેન રાજુ દવેએ જણાવ્યું હતું કે, મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણથી સારું પરિણામ મળે છે. શહેરમાં વિવિધ જગ્યાએ ખુલ્લા પ્લોટોમાં વૃક્ષારોપણ કરાશે તેમજ ઓક્સિજન પાર્ક પણ ઉભા કરવામાં આવશે. વૃક્ષારોપણ કર્યા બાદ તેનું જતન અને જાળવણી કરવામાં આવશે. સામાન્ય રીતે યોગ્ય જતન અને ઉછેરના અભાવે લગભગ 40 ટકા વૃક્ષારોપણ નિષ્ફળ નીવડે છે અને શહેરને હરિયાળું બનાવવાનો હેતુ પૂરો નથી. ગત વર્ષે મ્યુનિ. દ્વારા શહેરમાં વૃક્ષારોપણ કરવા માટે રૂ.9 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. કઈ જગ્યાએ, ક્યાં કેટલાં વૃક્ષોનું પ્લાન્ટેશન કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
AMC દ્વારા શહેરને લીલુંછમ બનાવવા માટે શક્ય તેટલું વધુ વૃક્ષારોપણ કરવામાં આવે છે અને આ હેતુસર મ્યુનિ. દ્વારા રાજ્ય સરકારના ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ પાસેથી તેમજ કેટલીક ખાનગી નર્સરીઓ પાસેથી પ્લાન્ટ્સ ખરીદવામાં આવે છે. જોકે અત્યાર સુધીમાં કેટલા 16 ખાનગી નર્સરીઓ અને ફોરેસ્ટ વિભાગ પાસેથી કેટલા પૈસામાં ખરીદવામાં આવી છે તેની માહિતી રાજુ દવે આપી શક્યા ન હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.