કોર્ટનો નિર્ણય:લાંચ કેસમાં 2 કોન્સ્ટેબલના 2 દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ઠગાઈના કેસમાં ફરિયાદ ન કરવા બંનેએ રૂ. 25 લાખ માગ્યા હતા

એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ખાનગી કંપનીના માલિક સામે છેતરપિંડીના કેસમાં ગુનો દાખલ ન કરવા માટે બે કોન્સ્ટેબલે 25 લાખ માગ્યા હતા. જેના 2.75 લાખ લેતા બંને રંગેહાથે ઝડપાઈ ગયા હતા. આ કેસમાં બંનેને કોર્ટમાં રજૂ કરતા બે દિવસાના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

એસીબી પીઆઇ એમ.એફ.ચૌધરીએ લાંચ કેસમાં રંગેહાથ ઝડપેલા આરોપી કોન્સ્ટેબલ વિનોદ વાઢેર અને બાદલ ચૌધરીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ સંદર્ભે પોલીસે રજૂઆત કરી કે, આરોપીઓ તપાસમાં સાથ સહકાર આપતા નથી. આરોપીઓએ ગુનો દાખલ નહીં કરવા રૂ.25 લાખની લાંચની માગણી કરી, રકઝક બાદ રૂ.7 લાખમાં નક્કી કરેલું. જે પેટે રૂ.2.75 લાખ લાંચ લેતી વખતે રંગેહાથ ઝડપાયા હતાં. મળી રહેલી માહિતી મુજબ નિશ્રેય ઇન્ફોટેક કંપનીએ છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરીને બંને આરોપીએ કંપનીના માલિક પાસેથી રૂ.2.75 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...