તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AMCની કામગીરી:પૂર્વના 6 વોર્ડમાં 28 કરોડના ખર્ચે રોડ રિસરફેસને સ્ટેન્ડિંગની મંજૂરી, પીરાણા ડમ્પ સાઈટ માટે ટ્રોમીલ મશીન ખરીદાશે

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
AMC ફાઈલ ફોટો - Divya Bhaskar
AMC ફાઈલ ફોટો
 • પૂર્વ ઝોનમાં રતનપુરા તળાવને ફરતે RCC રીટેઈનિંગ વોલ તૈયાર કરાશે
 • દક્ષિણ-પશ્ચિમ ઝોનના નવા બિલ્ડિંગમાં 8 કરોડના ખર્ચે સુવિધા ઉભી કરાશે

કોર્પોરેશનની શનિવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મણિનગર, ઇસનપુર, લાંભા, વટવા, ખોખરા, ઇન્દ્રપુરી વોર્ડમાં રૂપિયા 28 કરોડના ખર્ચે રોડ રિસરફેસ કરવા નિર્ણય કરાયો છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનના નવા બિલ્ડિંગમાં વધુ 8 કરોડના ખર્ચે સુવિધા ઉભી કરવા અને પિરાણા ડમ્પ સાઇટ માટે ટ્રોમીલ મશીન ખરીદીના ટેન્ડરોને મંજૂરી અપાઇ છે.

આટલા કામો સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયાં
મ્યુનિ.સ્ટેન્ડિંગ કમિટીની વર્ચ્યુઅલ બેઠકમાં વાસણા, ઓઢવ, નરોડા, સાબરમતી રિવરફ્રન્ટ, વાસણા બેરેજના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન ઓપરેશન મેન્ટનન્સના કામના અને રતનપુરા તળાવને ફરતે રિટેઇનીંગ વોલ તૈયાર કરવા રૂપિયા 2.84 કરોડના ટેન્ડરને મંજૂરી અપાઇ છે. જોધપુર દક્ષિણ-પશ્ચિમ ઝોનની ઝોનલ ઓફીસમાં ઇન્ટર્નલ કામો માટે 8 કરોડ, સૈજપુરમાં 5.95 કરોડના ખર્ચે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવા કામ, મણિનગર-ઇસનપુરમાં ડ્રેનેજ ડીસિલ્ટિંગના 7 કરોડના કામ, વિવેકાનંદ પુલ હેરિટેજ કાયે કાયમી ધોરણે આધુનિક ડેકોરેટીવ લાઇટિંગ માટે 88 લાખના કામને મંજૂરી આપવામાં આવ‌ી છે.

SVPના કોન્ટ્રાક્ટરને વગર મંજૂરીએ જંગી રકમનું કામ મંજૂર થયાનો કોંગ્રેસનો આક્ષેપ
એસ.વી.પી.હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટરે મંજૂરી વગર માતબર રકમનું કામ સત્તાપક્ષે મંજૂર કર્યુ છે. સત્તાપક્ષ માનીતા કોન્ટ્રાક્ટરોને લાભ કરી આપવા કામ મંજૂર કરાયંુ હોવાથી તપાસ થવી જોઇએ. ફિનાઇલની 67.38 કરોડની ખરીદી પણ સિંગલ ટેન્ડર પાછળ કોન્ટ્રાક્ટરો અને સત્તાપક્ષની મિલીભગત છે. રૂપિયા 81.45 લાખના 1500 મેનહોલ કવરની ખરીદીમાં કોઇ શરતોનો ઉલ્લેખ જ નથી. પિરાણા માટે ટ્રોમેલ મશીનની કિંમત 25થી 30 લાખની હતી પણ તેનું માસિક ભાડું 6.50 લાખ પ્રમાણે લાખો રૂપિયા ચૂકવાયા. હવે ટેન્ડર કરી 300 ટનની ક્ષમતાના 41 ટ્રોમેલ મશીન મહિને 3.10 લાખના ભાવે મૂકવાની દરખાસ્ત મંજૂર કરી ખુલ્લેઆમ ગેરરીતિ આચરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો