• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Approval Of RCC Road Construction Works In Eastern Area In Ahmedabad, Instruction To Complete Resurface And Patchwork Work Expeditiously

દિવાળી સુધી રોડ રીપેર થશે:અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં RCC રોડ બનાવવાના કામોને મંજૂરી, રીસર્ફેસ અને પેચવર્કનું કામ ઝડપથી પૂર્ણ કરવા સૂચના

અમદાવાદ2 મહિનો પહેલા

અમદાવાદમાં ચોમાસા દરમિયાન વિવિધ વિસ્તારોમાં તૂટેલા રોડને રીપેરીંગ કરવાની અને પેચ વર્કની કામગીરી છેલ્લા એક મહિનાથી શરૂ કરવામાં આવી છે. દિવાળી સુધીમાં શહેરમાં તમામ જગ્યાએ રોડ રીસર્ફેસ અને પેચ વર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આજે મળેલી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં શહેરમાં જ્યાં પણ રોડ રસ્તાના રીસરફેસ અને પેચવર્કની કામગીરી બાકી હોય ત્યાં ઝડપથી પૂર્ણ કરી દેવા માટેની સૂચના અધિકારીઓને આપવામાં આવી હતી.

રોજના 6,000 મેટ્રિક ટન ડામરનો ઉપયોગ
રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ડેપ્યુટી ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં રોડ રીસરફેસ અને નવા રોડ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. શહેરમાં 19 જેટલા પેવર મશીન કામગીરી કરી રહ્યા છે અને રોજના 6,000 મેટ્રિક ટન ડામરનો ઉપયોગ કરી અને કામગીરી કરવામાં આવી રહી છે. રોડની કામગીરી મોટાભાગે પૂર્ણ થઈ ચૂકી છે કેટલાક જગ્યાએ હજી કામ બાકી છે તે દિવાળી સુધીમાં પૂર્ણ થઈ જશે. શહેરમાં ક્યાંય પણ ખાડા કે રોડ ખરાબ હોય તેવી અમારા સુધી રજૂઆત આવી નથી. રોડની કામગીરી રાત્રિ દરમિયાન કરવામાં આવી રહી છે અને જ્યાં ઓછો ટ્રાફિક અને અડચણરૂપ ન બને ત્યાં અમે દિવસે પણ કામ કરીએ છીએ.

બે કરોડથી વધુના કામ મંજૂર કરવામાં આવ્યા
આજે મળેલી રોડ બિલ્ડીંગ કમિટીમાં શહેરના પૂર્વ વિસ્તાર વિસ્તારમાં દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને પશ્ચિમ ઝોનમાં રોડ બનાવવાથી લઈ અને પેવર બ્લોકના તેમજ રીપેરીંગના કરોડો રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે. દક્ષિણ ઝોનના લાંભા, વટવા, ઇસનપુર, મણીનગર અને બહેરામપુરા સહિતના તમામ વોર્ડમાં કોલ્ડ મિક્સ ઇન્જેક્શન પદ્ધતિથી ખાડાઓ રીપેરીંગ માટે રૂ. 3.50 કરોડના કામ માટે વાય ડી બિલ્ડર્સ નામના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવાના કામને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં નરોડા, વસ્ત્રાલ, ઓઢવ સહિતના વિસ્તારોમાં આરસીસી રોડ બનાવવા તેમજ પેવર બ્લોકના રૂ. બે કરોડથી વધુના કામ મંજૂર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...