તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીફ જસ્ટિસ નિમાયા:ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે જસ્ટીસ વિનીત કોઠારીની નિમણૂક

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • જસ્ટિસ વિનીત કોઠારીએ રાજસ્થાન હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસથી કારકિર્દી શરૂ કરી હતી

ગુજરાત હાઈકોર્ટેના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ વિનીત કોઠારીની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીને સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવા માટે સુપ્રીમ કોર્ટ કોલેજીયમે કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. આ ભલામણને ગઈકાલે કેન્દ્રની મંજૂરી મળી હતી. જસ્ટિસ બેલાબહેન એમ. ત્રિવેદી સુપ્રીમમાં પદોન્નત થનારા પ્રથમ ગુજરાતી મહિલા જજ છે.

કોણ છે જસ્ટીસ વિનીત કોઠારી?
જસ્ટિસ કોઠારીએ રાજસ્થાન હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી. જૂન-2005માં રાજસ્થાન હાઇકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે નિયુક્તિ બાદ તેમણે 11 વર્ષ રાજસ્થાન હાઇકોર્ટમાં ફરજ બજાવી હતી. એપ્રિલ-2016માં તેમની બદલી કર્ણાટક હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. નવેમ્બર-2018થી તેઓ મદ્રાસ હાઇકોર્ટમાં સેવા આપી રહ્યા હતા અને 21 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર 2019 સુધી તેઓ મદ્રાસ હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.