તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:રાજપથ ક્લબમાં પ્રમુખ તરીકે જગદીશ પટેલની નિમણૂક

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર: જગદીશચંદ્ર પટેલ. - Divya Bhaskar
તસવીર: જગદીશચંદ્ર પટેલ.
  • AGMમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરાઈ
  • ક્લબમાં નવા બે ડિરેકટરોનો સમાવેશ કરાયો

રાજપથ ક્લબમાં દર વર્ષે 10 ડિરેકટરો માટે ચૂંટણી યોજાતી હોય છે. જેમાં આ વર્ષે 10 ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. આ 10 ડિરેક્ટરોમાં બે ડિરેકટરો નિવૃત થતા નવા બે ડિરેક્ટરોનો સમાવેશ કરાયો હતો. ગુરુવારે એજીએમમાં નવા ડિરેક્ટર, કોઓપ્ટ મેમ્બરની નિમણૂક કરાઈ હતી.

આ વર્ષે કમલેશ પટેલ અને રાજેશ ડોબરીયાની જગ્યાએ અનીલ શાહ અને મનોજ પટેલ (મુખી)ને લેવાયા છે. જ્યારે કલબના પ્રેસિડન્ટ તરીકે જગદીશચંદ્ર પટેલ, સિનિયર વાઇસ પ્રેસિડન્ટ તરીકે ડો. વિક્રમ શાહ, વાઇસ પ્રેસિડન્ટ બિપિન પટેલ, સેક્રેટરી મિસેલ પટેલ, જોઇન્ટ સેક્રેટરી રક્ષેશ સત્યા અને સુનિલ પટેલ તેમજ ટ્રેજરર તરીકે ફેનિલ શાહની નિમણૂક કરાઈ છે. નવા દસ ડિરેકટરોમાં અનિલ શાહ, દિલીપ પટેલ, કિરણકુમાર વસાણી, મનોજ પટેલ, મિશલ પટેલ, મુકેશ પટેલ સહિતનાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...