કમિટીઓની રચના:AMCની વિવિધ કમિટિઓના ચેરમેન અને સભ્યોની નિમણૂંક, વલ્લભ પટેલ AMTS ટ્રાન્સપોર્ટ કમિટિના ચેરમેન

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાબે AMTS ટ્રાન્સપોર્ટ કમિટિના ચેરમેન વલ્લભ પટેલ અને ટાઉન પ્લાનિંગ કમિટિના ચેરમેન  દેવાંગ દાણી - Divya Bhaskar
ડાબે AMTS ટ્રાન્સપોર્ટ કમિટિના ચેરમેન વલ્લભ પટેલ અને ટાઉન પ્લાનિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણી
  • બોડકદેવ વોર્ડના કાઉન્સિલર દેવાંગ દાણીને ટાઉન પ્લાનિંગ કમિટિના ચેરમેન બનાવવામાં આવ્યા છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 12 જેટલી વિવિધ કમિટિઓના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણુંક આજે કરવામાં આવી હતી. આજે કોર્પોરેશનની સામાન્ય સભા ઓનલાઇન મળી હતી જેમાં અલગ અલગ કમિટિઓના ચેરમેનની જાહેરાત કરવામાં આવી હતી. 12 જેટલી કમિટિમાં વિપક્ષના એક પણ સભ્યની નિમણુંક કરવામાં આવી નથી. ઉપરાંત વીએસ હોસ્પિટલ અને ચિનાઈ પ્રસૂતિ ગૃહ બોર્ડ મેનેજમેન્ટમાં પાંચ સભ્યોની, વેટરનીટી હોસ્પિટલ મેનેજિંગ કમિટિ અને બેચરદાસ દવાખાનાની કમિટિમાં બે બે પ્રતિનિધિઓની નિમણુંક કરવામાં આવી હતી.

AMCના તમામ કમિટિના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને સભ્યોનું લિસ્ટ

આજે નિમવામાં આવેલી કમિટીમાં કેટલાક કાઉન્સિલરો જે અગાઉ કમિટિઓમાં ચેરમેન હતા, તેમને ફરી રિપીટ કરવામાં આવ્યા છે. બોડકદેવ વોર્ડના કાઉન્સિલર દેવાંગ દાણી ગત ટર્મમાં હેલ્થ કમિટિમાં ચેરમેન હતા તેઓને ટાઉન પ્લાનિંગ કમિટિમાં ચેરમેન બનાવવામાં આવ્યા છે. નવાવાડજના કાઉન્સિલર જતીન પટેલ અગાઉ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં હતા. તેઓને વોટર એન્ડ સપ્લાય સુઅરેઝ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે.

કઈ કમિટિના કોણ ચેરમેન

  • AMTS ટ્રાન્સપોર્ટ કમિટિ-વલ્લભભાઈ પટેલ (નરોડા વોર્ડ)
  • વોટર સપ્લાય એન્ડ સુઅરેઝ કમિટિ - જતીન પટેલ (ઘાટલોડિયા વોર્ડ)
  • રોડ એન્ડ બિલ્ડિંગ કમિટિ - મહાદેવ દેસાઈ (સૈજપુર બોઘા વોર્ડ)
  • હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટિ-ભરતભાઈ કે પટેલ (ચાંદલોડિયા)
  • હોસ્પિટલ કમિટિ - પરેશ પટેલ (વસ્ત્રાલ)
  • રિક્રિએશન કલ્ચર એન્ડ હેરિટેજ કમિટિ - રાજુ દવે (ઓઢવ)
  • ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટિ- દેવાંગ દાણી (બોડકદેવ)
  • હાઉસિંગ એમ્પ્રૂવમેન્ટ એન્ડ આવાસ યોજના કમિટી- અશ્વિન પેથાણી (બાપુનગર)
  • રેવન્યુ કમિટિ- જૈનિક વકીલ (પાલડી)
  • લીગલ કમિટિ - કૌશિક પટેલ (ઓઢવ)
  • મટીરીયલ એન્ડ મેનેજમેન્ટ કમિટિ - આશિષ પટેલ (જોધપુર)
  • મહિલા અને બાળ વિકાસ કલ્યાણ કમિટિ - પ્રતિભા જૈન (શાહીબાગ)
અન્ય સમાચારો પણ છે...