• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Appointment Of 6 Board Of Directors In AGM Of Gujarat Sports Club, All The Directors Will Be Allotted Positions In The Next Meeting Of The Club.

માત્ર ડિરેક્ટરોની પસંદગી:ગુજરાત સ્પોર્ટ્સ ક્લબની AGMમાં 6 બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નિમણૂક, ક્લબની આગામી બેઠકમાં તમામ ડિરેક્ટર્સને હોદ્દા ફાળવાશે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અન્ય કોઈ સભ્યે ફોર્મ ન ભરતાં 6 ડિરેક્ટર બિનહરીફ જાહેર થયા

ગુજરાત સ્પોર્ટ્સ ક્લબના બોર્ડ ડિરેક્ટર્સની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 7 ઓફિસ બેરર અને 15 બોર્ડ મેમ્બરમાંથી 6 ડિરેક્ટરની ચૂંટણી જાહેર કરાઈ હતી. મંગળવારે મળેલી ક્લબની એજીએમમાં ક્લબના 6 ડિરેક્ટર બ્રિજેશ પટેલ, દીપક શાહ, નેહલ શાહ, પાર્થિવ ઝવેરી, પથિક પટવારી અને ઉદિત શાહને બિનહરીફ જાહેર કરાયા હતા.

સ્પોટર્સ ક્લબના 22 ડિરેકટર્સમાંથી પહેલા અને બીજા વર્ષે 6-6 અને ત્રીજા વર્ષે 10 ડિરેક્ટર્સનું ઇલેક્શન જાહેર કરાય છે. આ વર્ષે 6 ડિરેક્ટરની ચૂંટણી જાહેર કરાઈ હતી, જેમાં અન્ય કોઇ ક્લબ મેમ્બરે ફોર્મ ન ભરતાં આ 6 ડિરેક્ટર બિનહરીફ રહ્યા હતા. પરંતુ ક્લબના નિયમ મુજબ દરેક સભ્યએ ઇ-વોટિંગ કરવું પડે છે, જેથી ક્લબના સભ્યોએ નિયમ મુજબ 6 ડિરેક્ટરને વોટ કર્યા હતા.

વોટિંગ બાદ ક્લબની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ હતી. મંગળવારે યોજાયેલી એજીએમમાં બિનહરીફ રહેલા 6 ડિરેક્ટરને બોર્ડ ઓફ ડિરેક્ટરે ઇલેક્ટેડ જાહેર કર્યા હતા. અગામી કારોબારી બેઠકમાં આ 6 ડિરેકટરને તેમનો હોદ્દો સોંપાશે. સ્પોટર્સ ક્લબમાં છેલ્લા 2017થી ચૂંટણી થઈ નથી. માત્ર ડિરેક્ટરોની પસંદગી કરાય છે.

અન્ય સમાચારો પણ છે...