તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ સહાયકોની નિમણૂંક:ગુજરાતની સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 2938 શિક્ષણ સહાયકોને નિયુક્તિ પત્ર એનાયત કરાયા

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
2938 નવનિયુક્ત શિક્ષણ સહાયકોને નિયુક્તિ પત્ર મળ્યા - Divya Bhaskar
2938 નવનિયુક્ત શિક્ષણ સહાયકોને નિયુક્તિ પત્ર મળ્યા
  • અમદાવાદ ગ્રામ્યના 89 અને અમદાવાદ શહેરમાં 56 નવનિયુક્ત શિક્ષણ સહાયકો રાજ્ય શિક્ષણ સેવામાં જોડાયા.

આજ રોજ સમગ્ર રાજ્યમાં 2938 નવનિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્ર એનાયત કરવાનો વર્ચ્યુઅલ કાર્યક્રમ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરથી યોજાયો હતો. જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે 20 નવનિયુક્ત શિક્ષણ સહાયકોને પ્રતિકાત્મક નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અમદાવાદ જિલ્લામાં કુલ 145 નવનિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્ર મેળવીને અમદાવાદ જિલ્લાના શિક્ષણ સેવાયજ્ઞમાં જોડાશે. અમદાવાદ જિલ્લા શિક્ષણ સેવામાં યુવા બ્રિગેડના જોડાવાથી શૈક્ષણિક માનવબળ વધુ મજબૂત બન્યુ છે.

નવનિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્ર અપાયા
જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ અને અધિક નિવાસી કલેકટર હર્ષદ વોરાના હસ્તે કલેકટર કચેરીમાં 20 નવનિયુક્ત શિક્ષણ સહાયકોને પ્રતિકરૂપ નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ તમામ નવનિયુક્ત શિક્ષણ સહાયકોને તેમની ઉજ્જવળ કારકિર્દી માટે અભિનંદન આપ્યા હતા.

નવનિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્ર એનાયત કરવાનો વર્ચ્યુઅલ કાર્યક્રમ
નવનિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્ર એનાયત કરવાનો વર્ચ્યુઅલ કાર્યક્રમ

ભરતી પ્રક્રિયા ફેસલેસ, પેપરલેસ બનાવી
​​​​​​​તેઓએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે, શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવનો સમગ્ર ભરતી પ્રક્રિયા ફેસલેસ, પેપરલેસ બનાવી સમાજને નવા શિક્ષણ સહાયકો આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ વિશેષમાં જણાવ્યું કે, શિક્ષણ વિભાગના તમામ સેવા કર્મીઓની કોરોનાના કપરાકાળથી લઇ તમામ પ્રકારના ડિઝાસ્ટર, જનજાગૃતિ કાર્યક્રમમાં ભૂમિકા મહત્ત્વની રહી છે. કોરોના કાળમાં શિક્ષણ વિભાગના સેવા કર્મીઓ દ્વારા સર્વેની ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી હતી.

અમદાવાદ ગ્રામ્યના 89 અને અમદાવાદ શહેરમાં 56 એમ કુલ 146 નવનિયુક્ત શિક્ષણ સહાયકો આજે રાજ્ય શિક્ષણ સેવામાં જોડાયા છે.
અમદાવાદ ગ્રામ્યના 89 અને અમદાવાદ શહેરમાં 56 એમ કુલ 146 નવનિયુક્ત શિક્ષણ સહાયકો આજે રાજ્ય શિક્ષણ સેવામાં જોડાયા છે.

કોરોનાકાળમાં સેવામાં અગ્રેસર રહ્યા શિક્ષકો
​​​​​​​
સમાજ માટે શિક્ષકો હંમેશા પ્રેરણા સ્વરૂપ રહ્યા છે, કોરોના રસીકરણમાં પણ શિક્ષકોએ અગ્રેસર રહે અને એમની કર્તવ્યનિષ્ઠા અને સેવાભાવનો શ્રેષ્ઠ ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે તેમ જિલ્લા વિકાસ અધિકારીએ ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ગ્રામ્યના 89 અને અમદાવાદ શહેરમાં 56 એમ કુલ 146 નવનિયુક્ત શિક્ષણ સહાયકો આજે રાજ્ય શિક્ષણ સેવામાં જોડાયા છે. અમદાવાદ કલેકટર કચેરી ખાતે યોજાયેલ શિક્ષણ સહાયકોના નિમણૂંક પત્ર એનાયત કાર્યક્રમમાં અમદાવાદ શહેર શિક્ષણ અધિકારી આર.સી. પટેલ, અને અમદાવાદ ગ્રામ્ય શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસ જોડાયા હતા.