વરણી:વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી મંડળના હોદ્દેદારોની નિમણૂક થઈ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાસપુરમાં વિશ્વ ઉમિયાધામ ખાતે રવિવારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની કાયમી ટ્રસ્ટી મંડળની મીટિંગ મળી હતી, જેમાં હોદ્દેદારો નિમવામાં આવ્યા હતા. કાયમી ટ્રસ્ટી મંડળના સભ્ય તરીકે અરવિંદ જી. પટેલ, વી. પી. પટેલ (યુએસએ), આર. એસ. પટેલ (સીએ), ડો. પ્રભુદાસ પટેલ, ઉદય પટેલ, રસિક પટેલ, ત્રંબક ફેફર (મોરબી), દામોદર પટેલ (સુરત)ની નિમણૂક કરાઈ હતી. જ્યારે કોપ્ટ સભ્ય તરીકે સાંકળચંદ પટેલ, સુરેશ પટેલ, પ્રવીણ પટેલ, રાજેન્દ્ર પટેલની નિમણૂક થઈ છે.

બી. કે. શિવાની દીદીનો છઠ્ઠીએ ડિજિટલ સંવાદસેતુ
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને દ્વારા 6 ફેબ્રુઆરીએ બ્રહ્માકુમારી સંસ્થાના યંગ સ્પિરિચ્યુઅલ લીડર બી. કે. શિવાની દીદીના સંવાદ કાર્યક્રમનું આયોજન છે. સંબોધનનું જીવંત પ્રસારણ સાંજે 8 કલાકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ફેસબુક પેજ પર થશે.

અન્ય સમાચારો પણ છે...