ગુજરાત હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ગુજરાતના 18 જિલ્લામાં કાનૂની સહાય સંરક્ષણ સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે. નવનિર્મિત રચનાને લીધે જરૂરિયાતમંદોને સારા વકીલો મળી રહેશ, જેમાં ફોજદારી કેસોમાં અરજદારો સક્ષમ ધારાશાસ્ત્રીને રાખી શકશે. શરૂઆતમાં તે સેશન્સ કેસ પૂરતું મર્યાદિત હતું, પરંતુ મેજિસ્ટ્રેટની કોર્ટમાં તેનું વિસ્તરણ કરવામાં આવ્યંુ છે.
આ સિસ્ટમ ત્રણ સ્તરમાં કાર્ય કરશે. કાનૂની સહાય સંરક્ષણ સલાહકાર, નાયબ કાનૂની સહાય સંરક્ષણ સલાહકાર અને મદદનીશ કાનૂની સહાય સંરક્ષણ સલાહકારનો સમાવેશ થાય છે. ત્રિસ્તરીય સલાહકારોને તેમની સેવા માટે મહેનતાણું પણ ચૂકવવામાં આવશે. ચીફ જસ્ટિસ દ્વારા શરૂ કરાયેલી આ સિસ્ટમને લીધે અંતરિયાળ ગામોમાં અરજદારોને અસરકારક અને ઝડપી કાનૂની સહાય મળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.