ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે વાહનવ્યવહારના સર્વરની ભૂલના લીધે અરજદારો પરેશાન થઇ ગયા છે. અરજદારોનું કાચું લાઇસન્સ એક્ષપાયર થઇ ગયા પછી ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની એપોઇન્ટમેન્ટ મળે છે. એપોઇન્ટમેન્ટ મળી ગઇ હોવાનું સમજી અરજદાર ડ્રાઇવીંગ ટેસ્ટ આપવા જાય ત્યારે ખબર પડે કે આ એપોઇન્ટમેન્ટ માન્ય નથી.
વાસણા ખાતે રહેતી મહેક પટેલનું કાચું લાઇસન્સ 18મી ઓગસ્ટના રોજ પૂરું થઇ ગયું હતું. મહેકે કાચાં પરથી પાકાં લાઇસન્સ માટે ડ્રાઇવિંંગ ટેસ્ટની તારીખ મેળવવા પ્રયાસ કર્યો તો તેને આગામી 26મી ઓગસ્ટે સુભાષબ્રિજ આરટીઓ ખાતેની તારીખ મળી છે. દરમિયાન કાચાં લાઇસન્સની તારીખ જોયા બાદ તેને ખબર પડી કે કદાચ ડ્રાઇવીંગ ટેસ્ટ આપવા જાય તો પણ તે માન્ય રહેશે નહીં. કેટલાય અરજદારોને આવા અનુભવ થયા છે.
અરજદારોને બે કલાક બેસી રહેવું પડ્યું
સુભાષબ્રિજ આરટીઓમાં સોમવારે ધીમા સર્વરના લીધે ડ્રાઇવીંગ ટેસ્ટ આપ્યા પછી પરિણામ માટે અરજદારોને બેસી રહેવું પડ્યું હતું. અરજદારોનું કહેવું છે કે, સર્વરના કારણે તેમણે પરેશાની ભોગવી પડી રહી છે. અડધો કલાકના કામ માટે તેમને બે કલાક સુધી બેસી રહેવાનો વારો આવે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.