અરજી:કોરોનાની વેક્સિન શોધાય નહીં ત્યાં સુધી રાજકીય રેલી પર રોક માટે હાઇકોર્ટમાં અરજી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર.

કોરોનાની રસી ન શોધાય ત્યાં સુધી રાજકીય મેળાવડા,રેલીઓ અને લોક સંપર્ક કરવા પર રોક લગાવવા હાઇકોર્ટના રજિસ્ટ્રારને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અરજી કરી છે.સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પહેલા બેફામ રાજકીય પ્રવૃતિઓને વેગ આપવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રના રાજકોટ,દક્ષિણ ગુજરાતના સુરત સહિત રેલીઓ સંબોધીને લોકોને સંક્રમિત કર્યા પછી રાજકીય પક્ષોના નેતાઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. આવા નેતાઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી, માસ્ક પહેરતા નથી જેના કારણે અનેક લોકો સંક્રમિત બન્યા છે.

કોરોના મામલે હાઇકોર્ટે લીધેલી સુઓમોટો જાહેરહિતની અરજીમાં ગ્યાસુદિન શેખે રજિસ્ટ્રારને ચીફ જસ્ટિસના ધ્યાનમાં આ પરિસ્થિતિ મુકવા પત્ર લખ્યો છે. આગામી થોડા દિવસમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાવાની છે તે પહેલા રાજકીય પક્ષો અને નેતાઓ અનેક જગ્યાએ રેલીઓ, રાજકીય સભાઓ અને બેઠકો યોજી રહ્યા છે. જેના કારણે ભેગી થયેલી ભીડમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી અને સંક્રમણ ખુબ વધી રહ્યુ છે. નેતાઓ પણ તંત્રને ધાકધમકીથી બાજુએ હડસેલીને લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે.

નેતાઓ બેજવાબદાર બન્યા
રાજકીય પક્ષોના નેતાઓ બેજવાબદાર બનીને સભા ગજવી રહ્યા છે. અને લોકો કોરોનાથી સંક્રમિત થાય છે. સભાને કારણે કોરોનાનો ચેપ નાના ગામડા સુધી પહોંચ્યો છે. આ સ્થિતિમાં કોર્ટે તમામ રાજકીય મેળાવડા અને સભા યોજવા પર રોક લગાવવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...