ચૂંટણી:અમૂલ ડેરીમાં પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી વહેલી જાહેર કરવા હાઇકોર્ટમાં અરજી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીમાં વિલંબ થતાં સરકાર દખલગીરી કરતી હોવાનો આરોપ

અમૂલ ડેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી વહેલી જાહેર કરવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ચૂંટણીમાં વિલંબ થવાને લીધે રાજ્ય સરકાર દખલગીરી કરતી હોવાનો આક્ષેપ અરજીમાં કરાયો છે. આ અંગે વધુ સુનાવણી સોમવારે હાથ ધરાશે.

એક અરજદારે કરેલી અરજીમાં મુખ્યત્વે એવો મુદ્દો ઉપસ્થિત કરાયો છે કે, સહકારી મંડળીઓની અને ડેરીઓની ચૂંટણીઓ યોજવામાં વિલંબ થાય ત્યારે સરકાર તેમા દખલગીરી કરે છે અને તેમના પ્રતિનિધિઓનું પ્રભુત્વ સ્થાપી દે છે. ડેરીમાં રાજકીય પક્ષની દરમિયાનગીરીથી સામાજિક હિત જોખમાય છે. અરજીમાં 25 ઓક્ટોબરે બેઠક યોજવાની પણ દાદ માગવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...