તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરતી કરવા દાદ:મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ કમિશનરની ખાલી જગ્યા અંગે હાઈકોર્ટમાં અરજી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેઇટિંગ લિસ્ટ મુજબ ભરતી કરવા દાદ મગાઈ
  • વેઇટિંગ લિસ્ટમાં આગળ હતા તેમનો ઇન્ટરવ્યૂ ન થયો

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની ખાલી પડેલી જગ્યા પર વેઇટિંગ લિસ્ટ મુજબ આવતા ઉમેદવારની ભરતી કરવા હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. હાઇકોર્ટે સરકાર અને કોર્પોરેશનને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

સારંગ મોદી નામના અરજદારે કરેલી અરજીમાં એડવોકેટ આનંદ યાજ્ઞિકે એવી દલીલ કરી છે કે, હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની જગ્યા ખાલી છે. તે પૈકી એક ઉમેદવાર પસંદગી પામ્યા પછી ગેરલાયક ઠર્યા હતા અને સરકારના ઠરાવ મુજબ વેઇટિંગ લિસ્ટ મુજબ જે પહેલા આવતા હોય તેમની નિમણૂક કરવાની રહે છે તેમ છતાં બે વર્ષથી કોર્પોરેશન તેમની નિમણૂક કરતી નથી. કોર્પોરેશને 25 આસિસ્ટન્ટ કમિશનરની ખાલી જગ્યા માટે જાહેરાત બહાર પાડી હતી. તે પૈકી 50 ટકા જગ્યા પર સીધી ભરતીથી નિમણૂક કરવાની હતી.

જ્યારે 50 ટકા જગ્યા પર કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીની ભરતી કરવાની હતી. તે પૈકી સિલેક્શન કમિટીએ 12 ઉમેદવારોની પસંદગી કરી હતી. આ યાદીમાં ઇન્ટરવ્યૂમાં સૌથી અગ્રીમ અરજદાર સારંગ મોદી હતા, પરતું તેમનો ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો નહોતો. ખાલી પડેલી જગ્યા પર લાયક હતા તેમ છતાં તેમને નિમણૂક આપવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...