અરજી:ગણેશ વિસર્જન, નવરાત્રીને મંજૂરી માટે હાઇકોર્ટમાં અરજી, અરજદારે દલીલ કરી કે, ચૂંટણીમાં રેલીને મંજૂરી મળે તો ધાર્મિક તહેવાર માટે શા માટે ન મળે?

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
50 ખેલૈયાઓ સાથે નવરાત્રીની મંજૂરી માગવામા આવી. - Divya Bhaskar
50 ખેલૈયાઓ સાથે નવરાત્રીની મંજૂરી માગવામા આવી.

ગણેશ વિસર્જન અને નવરાત્રીની ઉજવણી માટે હાઇકોર્ટમાં મંજુરી માગતી અરજી કરવામાં આવી છે. અરજીમા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ચૂંટણીમાં રેલીની મંજૂરી મળે છે તો નવરાત્રી અને ગણેશ વિસર્જનની કેમ નહીં? સોશિયલ ડિસ્ટન્સ સાથે વિસર્જનની મંજૂરી આપો. 50 ખેલૈયાઓ સાથે નવરાત્રીની મંજૂરી માગવામા આવી છે. સરકારે અનલૉક બાદ સોશિયલ ડિસ્ટન્સ સાથે વેપાર ધંધા શરૂ કરવાની મંજૂરી આપી છે તેવા જ નિયમ સાથે નવરાત્રી કરવાની મંજૂરી આપો. ધાર્મિક તહેવારો નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. વડોદરા કલેકટર સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ યોગ્ય જવાબ નથી મળ્યો.

વિસર્જન માટે 2થી 3ને મંજૂરીની માંગ
તળાવમાં વિસર્જન માટે 2 થી 3 લોકોને મંજૂરી આપવા દાદ માગી છે. અનલોક 4માં લગ્નમાં વધુ લોકોને હાજર રહેવાની મંજૂરી મળતી હોય તો નવરાત્રી તો આપણી પરંપરા અને સંસ્કૃતિ છે તેને મર્યાદિત ખૈલૈયા સાથે મંજૂરી મળવી જોઇએ. રાજકીય પક્ષો રેલી માટે હજારો લોકોને ભેગા કરી શકતા હોય તો તહેવાર માટે શા માટે મંજૂરી નથી મળતી. સરકારે બેવડાં ધોરણ રાખી શકે નહીં.

અન્ય સમાચારો પણ છે...