કાર્યવાહી:IIM-Aના પીએચડી કોર્સમાં અનામત માટે HCમાં અરજી, અરજદારે પ્રવેશ પ્રક્રિયા પર સ્ટે માગ્યો

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઇકોર્ટે IIM, કેન્દ્ર, રાજ્ય સરકારને નોટિસ આપી

આઇઆઇએમ અમદાવાદને તેના પીએચડી પ્રાેગામમાં એસસી, એસટી, ઓબીસી માટે અનામતનાે અમલ કરવા થયેલી અરજી પર હાઇકાેર્ટે નાેટિસ કાઢી છે.

આઇઆઇએમ, અમદાવાદના એલ્યુમની એસાેસિએેશન ગ્લાેબલ આઇઆઇએમ નેટવર્કે એક જાહેર હિતની અરજીમાં રજૂઆત કરી હતી કે, આઇઆઇએમ અમદાવાદને ક્રેન્દ્રીય શિક્ષણ મંત્રાલય ફંડ આપતું હાેવા છતાં સંસ્થા કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાન (પ્રવેશમાં અનામત) કાયદાે 2006 નાે ભંગ કરી પીએચડી પ્રાેગામમાં અનામતનાે અમલ કરતી નથી.

ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ હેમંત પ્રચ્છની બનેલી ડિવીઝન બેંચે આઇઆઇએમ- એ, કેન્દ્ર સરકાર, રાજય સરકાર, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને નાેટિસ આપી છે. જાે કે હાઇકાેર્ટે એડમિશનની પ્રક્રિયામાં હાલ દખલ દેવાનાે ઇનકાર કર્યાે છે. એડમિશનની પ્રક્રિયા જાન્યુઆરી 17, 2022એ પૂરી થાય તે પહેલા સુનાવણી રાખવાની અરજદારની માગણી ફગાવી દીધી હતી. અરજદારે પીએચડી પ્રાેગ્રામમાં ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયા પર સ્ટે આપવાની પણ માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...