• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Application For Admission To The General On The Vacant Seat Reserved In The NID; Argument That Not Enough Students Took Admission In The Reserve

હાઇકોર્ટમાં રજૂઆત:NIDમાં અનામતની ખાલી બેઠક પર જનરલને પ્રવેશ માટે અરજી; અનામતમાં પૂરતા વિદ્યાર્થીઓએ પ્રવેશ ન લીધો હોવાની દલીલ

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • ઓપન કેટેગરીના બે વિદ્યાર્થીઓની હાઇકોર્ટમાં અરજી, એનઆઈડીને નોટિસ, વધુ સુનાવણી 23 નવેમ્બરે થશે

શહેરની નેશનલ ઇિન્સ્ટટ્યૂટ ઓફ ડિઝાઇનિંંગમાં અનામત વર્ગની 4 ખાલી બેઠક પર જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. તેમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, અનામત વર્ગ માટે ફાળવેલી જગ્યાઓ ખાલી હોવાથી ઓપન કેટેગરીને નિમણૂક આપવી જોઇએ. હાઇકોર્ટે આ અંગે એનઆઇડીને નોટિસ પાઠવીને વધુ સુનાવણી 23 નવેમ્બરે મંગળવાર પર મુકરર કરી છે.

જનરલ કેટેગરીના બે વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં અરજી કરી છે. તેમા એવી રજૂઆત કરાઇ છે કે, એનઆઇડી સંચાલિત ન્યૂ મીડિયા ડિઝાઇનના અભ્યાસક્રમમાં માસ્ટર ડિગ્રીમાં અરજદારોને પ્રવેશ મેળવવો છે. તેના માટે કુલ 20 જેટલી બેઠકો છે. તે પૈકી 5 બેઠકો અનામત રાખવામાં આવી છે. પરંતુ ચાલુ વર્ષે અનામત કેટેગરીના પૂરતા વિદ્યાર્થીઓએ પ્રવેશ ન લીધો હોવાથી તે બેઠકો ખાલી પડી છે. ખાલી પડેલી જગ્યાઓ પર જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા દાદ મગાઈ છે. અરજીમાં એવી રજૂઆત કરાઇ છે કે અનામત બેઠકો પર પૂરતા વિદ્યાર્થીઓ ન મળે તો તેને જનરલ કેટેગરીમાં ગણીને પ્રવેશ આપી દેવાનો રહેશે. આ અંગે અરજદાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા દાદ માગવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...