કેસ ટ્રાન્સફર અરજી:જિજ્ઞેશ મેવાણીના વકીલ દ્વારા કેસ ટ્રાન્સફરની મેટ્રો કોર્ટમાં અરજી, કોર્ટે 5 જાન્યુઆરીએ હુકમ આપવા જણાવ્યું

અમદાવાદએક મહિનો પહેલા

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને તેના સાથી કાર્યકરો સામે હાલ બે કેસ કોર્ટમાં ચાલી રહ્યાં છે. જે કેસમાં પ્રથમ રાજધાની ટ્રેનને રોકવાનો પ્રયત્ન અને બીજા કેસમાં રોજમદારો, સફાઈ કામદારો, બસ કન્ડક્ટર, સહિતના કર્મચારીઓની પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બન્ને કેસ બાબતે જિજ્ઞેશ મેવાણીના વકીલે ચીફ મેટ્રો કોર્ટમાં અરજી કરીને કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવા રજૂઆત કરી છે.

જિજ્ઞેશ મેવાણીના બે કેસ ટ્રાન્સફર કરવા અરજી
વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને અન્ય લોકો સામે અલગ-અલગ બે ગુનાના કેસની ટ્રાયલ ચલાવવા માટે કોર્ટને બદલવાની માંગ કરતી અરજી કરવામાં આવી હતી. જે બે કેસમાં જિજ્ઞેશ મેવાણી અને તેમના સાથી ટેકેદારો દ્વારા રાજધાની ટ્રેનને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેને ગુનો જેતે સમયમાં રેલવે પોલીસ દ્વારા નોંધવામાં આવ્યો હતો. જે ગુનામાં જિજ્ઞેશ મેવાણી સહિત 30થી વધુ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે તમામ લોકોને કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે અને કેસ ડે ટુ ડે ચલાવવામાં આવે તેવો ઓડર કરવામાં આવ્યો છે. જે અંગે હવે કોર્ટ બદલવા માટે ચીફ મેટ્રો કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

નવરંગપુરામાં મેવાણી સહિત અન્ય લોકો સામે ગુનો
અમદાવાદમાં 2017ની સાલમાં જિજ્ઞેશ મેવાણી અને અન્ય લોકો દ્વારા રોજમદારો, સફાઈ કામદારો, બસ કન્ડક્ટર, સહિતના કર્મચારીઓની પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે વિરોધમાં 7 લોકો સામે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. જેમાં જેતે સમયે જિજ્ઞેશ મેવાણી સહિત તમામ લોકોને કોર્ટે જામીન પર મુક્ત કર્યા હતા અને હાલ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. જે કેસમાં પણ કોર્ટને બદલીને અન્ય કોર્ટમાં કેસ ચલાવાની માંગણી ચીફ કોર્ટમાં કરવામાં આવી હતી.

અન્ય કોર્ટમાં કેસ ચલાવવા અરજી
ધારસભ્ય જિજ્ઞેશ મેવાણીના વકીલ પરેશ વાઘેલાની તબિયત નાદુરસ્ત છે. 21 નંબરની કોર્ટ છે તે ડેજીકન્ટેડ કોર્ટ નથી, છતાં ત્યાં કેસ ચલવામાં આવે છે. 21 નંબરની કોર્ટમાં સ્પેશિયલ MP, MLAના કેસ ચાલવાની સત્તા આપવામાં આવી નથી. તેમજ અરજદારના વકીલ બીમાર છે. જે અંગે મુદત માંગતી અરજી આપવામાં આવી છે. છતાં તેમની અરજી ના મંજુર કરવામાં આવે અને રિવિઝન અરજી કરવામાં આવે છે તેને પણ ના મંજુર કરવામાં આવે છે. આ કારણોસર જિજ્ઞેશ મેવાણીના વકીલ દ્વારા 21 નંબરની કોર્ટમાંથી અન્ય કોર્ટમાં કેસ ટ્રાસ્ફર માટે ચીફ મેટ્રો કોર્ટમાં અરજી કરીને રજૂઆત કરવામાં આવી છે. જે અંગે હવે બંને કેસને 21 નવેમ્બરની કોર્ટમાંથી અન્ય કોર્ટમાં કેસ ટ્રાસ્ફર કરવા કે નહીં, તે અંગે 5 જાન્યુઆરીના હુકમ આપવામાં આવશે. તેમ જિજ્ઞેશ મેવાણીના વકીલ રીતુ મકવાણાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...