કોમર્સનું મોક રાઉન્ડ માટેનું મેરીટ જાહેર:ગુજરાત યુનિવર્સિટીની કટ ઓફ મુજબ જ કોલેજ પસંદ કરવા વિદ્યાર્થીઓને અપીલ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જશવંત ઠક્કર(ડીન અને કન્વીનર- કોમર્સ) - Divya Bhaskar
જશવંત ઠક્કર(ડીન અને કન્વીનર- કોમર્સ)

ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સની પ્રવેશ પ્રક્રિયામાં ફાઇનલ મેરીટ અને મોક રાઉન્ડ જાહેર થયું છે. જેમાં 32,800 વિદ્યાર્થીઓનું મેરીટ જાહેર થયું છે. જેમાંથી 25,979 વિદ્યાર્થીઓને કોલેજ ફાળવવામાં આવી છે. જ્યારે 6821 વિદ્યાર્થીઓને કોલેજ ફાળવવામાં આવી નથી. આથી કટ ઓફ જાહેર કરીને યુનિવર્સિટી દ્વારા આવતીકાલ સુધીનો સમય આપવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓ ફરીથી કોલેજ પસંદ કરી શકે.

કોલેજ પસંદગીમાં ફેરફાર કરવા કાલના દિવસ સુધી મુદત આપવામાં આવી​​​​​​
ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડીન અને કન્વીનર ડો.જશવંત ઠક્કરે જણાવ્યું હતું કે, 2800 વિદ્યાર્થીઓમાંથી 6821 વિદ્યાર્થીઓએ મેરીટ કરતા ઊંચી કોલેજ ભરી હતી. જેના કારણે વિદ્યાર્થીઓને કોલેજ ફાળવવામાં આવી નથી. વિદ્યાર્થીઓ માટે અત્યારે કોલેજ મુજબ કટ ઓફ જાહેર કરવામાં આવ્યું છે. આથી વિદ્યાર્થીઓ પોતાના પરિણામ અને કટ ઓફ ધ્યાનમાં રાખીને ફરીથી કોલેજ પસંદ કરે તો તેમને કોલેજ ફાળવવામાં આવે. વિદ્યાર્થીઓને કોલેજ પસંદગીમાં ફેરફાર કરવા યુનિવર્સિટી દ્વારા આવતીકાલ રાતે 12 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. 15 જુલાઈએ ફાઇનલ મેરીટ જાહેર થશે, જેમાં કોલેજ ફાળવવામાં આવશે.

LLMમાં આવતીકાલ સાંજ સુધી રિસફલિંગ થશે
આ ઉપરાંત LLM માટે ઓનલાઇન રિસફલિંગ વિકલ્પ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ 13 જુલાઈ સાંજે 5 વાગ્યા સુધી રિસફલિંગ કરી શકશે. જે વિદ્યાર્થીને એડમિશન ઓફર થયેલ હોય તે એડમિશન ન લેવું હોય પરંતુ રિસફલિંગ માટે રાહ જોવી હોય તો તેને ઓનલાઇન પાર્ટ ફી કરી રિસફલિંગ રાઉન્ડની રાહ જોવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...