કોરોનાવાઈરસ / ઈદ પર સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ

Appeal to follow government guidelines on Eid
X
Appeal to follow government guidelines on Eid

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 07:36 AM IST

અમદાવાદ. ઈદ ઉલ અઝહા (બકરી ઇદ)ના તહેવાર નિમિત્તે લોકોને સોશિયલ ડિસ્ટન્સ ઉપરાંત કોરોના મહામારી બાબતે સરકારે જારી કરેલી ગાઇડલાઇનનું પાલન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.

દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે તેમજ જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ લોકોને અપીલ કરી છે કે, ઈદના પ્રસંગે સરકારની ગાઇડલાઇનનું તમામ મુસ્લિમ સમાજ ચુસ્ત રીતે પાલન કરે. બીજી તરફ ગુજરાત ચાંદ કમિટીના પ્રમુખ મુફતી શબ્બીર અહેમદ સિદ્દીકીએ પણ મસ્જિદમાં ઈદની નમાજમાં મસ્જિદ તેમજ દરગાહના વહીવટકર્તા તથા જવાબદાર વ્યક્તિઓ સરકારની ગાઇડલાઇનનું પાલન કરાવે અને સોશિયલ ડિસ્ટન્સના લીધે થતા કેસોનું પુનરાવર્તન ન થાય તે જોવાની અપીલ કરી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી