તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

​​​​​​​ભાજપમાં મહિલાઓનો રોષ:ભાજપમાં મહિલાઓનો રોષ:જે વ્યક્તિએ ક્યારેય ભારત માતા કી જય નથી બોલાવી તેમને ભાજપની ટિકિટ મળે છે, અનેક કાર્યકર્તાઓ નારાજ છે પણ બોલતા નથી

અમદાવાદએક મહિનો પહેલા
 • વિરાટનગર વોર્ડનાં મહિલા મોરચાનાં મહામંત્રીના પદેથી સુમિત્રા નાયકે પક્ષની નીતિ સામે વિરોધ ઉઠાવી રાજીનામું આપ્યું
 • અનેક કાર્યકર્તાઓ નારાજ છે, પરંતુ કોઈ સામે આવીને બોલવા માટે તૈયાર નથી: સુમિત્રા નાયક
 • પાટીલસાહેબ પાસે 5 મિનિટનો સમય માગ્યો, પરંતુ તેમણે મળવાની ના પાડી દીધી: સુમિત્રા નાયક

અમદાવાદના વિરાટનગર વોર્ડનાં મહિલા મોરચાનાં મહામંત્રી સુમિત્રા નાયકે રાજીનામું આપ્યું છે. વિરાટનગર વોર્ડના રાત-દિવસ મહેનત કરતા કાર્યકર્તાઓને ટિકિટ આપવાની જગ્યાએ બહારના લોકોને ટિકિટ આપવા સામે વિરોધ દર્શાવ્યો છે. તેમનું કહેવું છે કે જે વ્યક્તિએ ક્યારેય ભારત માતા કી જય નથી બોલાવી તેવા લોકોને ટિકિટ આપવામાં આવી એ યોગ્ય વાત નથી, જેને કારણે હું રાજીનામું આપી રહી છું.

જે પાર્ટી કરે છે એ પાર્ટીના હિત માટે છે એમ કહી મને સમજાવતા હતા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિરાટનગર વોર્ડમાં એવા અનેક કાર્યકર્તાઓ છે, જેમને ગમ્યું નથી, પરંતુ કોઈ સામે આવીને બોલવા માટે તૈયાર નથી. હું આજે સી.આર પાટીલસાહેબને રાજીનામાનો પત્ર આપવા માટે કમલમ ખાતે ગઈ હતી, જ્યાં ભીખુભાઈ દલસાણિયા સાથે મુલાકાત થઈ હતી, પરંતુ તેમણે મારું રાજીનામું ના સ્વીકાર્યું અને મને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેમણે જણાવ્યું હતું કે જે પાર્ટી કરે છે એ પાર્ટીના હિત માટે છે, પણ આ તે કેવું હિત છે? કે જે વ્યક્તિએ કોઈ દિવસ ભારત માતા કી જય ન બોલાવી હોય તેવી વ્યક્તિને તમે ઉમેદવાર તરીકે કેવી રીતે પસંદ કરી શકો? આ તે કેવો ન્યાય છે?

કાર્યકર્તાઓએ પાર્ટી માટે રાત-દિવસ મહેનત કરી છતાં ટિકિટ ન મળી.
કાર્યકર્તાઓએ પાર્ટી માટે રાત-દિવસ મહેનત કરી છતાં ટિકિટ ન મળી.

પાટીલસાહેબ પાસે મળવા માટે 5 મિનિટનો પણ સમય નથી: સુમિત્રા નાયક
હું આમાં મારી ટિકિટની વાત નથી કરતી. મેં તો મારી ટિકિટની આશા છોડી જ દીધી હતી કે મને તો ટિકિટ નહીં જ મળે, પરંતુ બીજા ઘણા કાર્યકર્તાઓ એવા હતા, જેઓ પાર્ટી માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે, પરંતુ તેમને ટિકિટ આપવામાં આવી નથી. જ્યારે સાંજે પાટીલસાહેબ આવ્યા ત્યારે મેં તેમને 5 મિનિટ વાત કરવા માટે સમય માગ્યો, પરંતુ તેમણે કહ્યું, હાલમાં મારી પાસે સમય નથી. અંતે, તેમના પીએને રાજીનામાનું સોંપી ચાલ્યા ગયા હતા.

ટિકિટ કપાતાં ભાજપના અગ્રણી સુરેન્દ્ર પટેલ પર મહિલાનો આક્ષેપ
અગાઉ ચાંદલોડિયાની એક મહિલા કાર્યકર્તાની ટિકિટ કપાઇ જતાં તેણે ભાજપના અગ્રણી સુરેન્દ્ર પટેલને ફોન પર આક્ષેપો કર્યા હતા. મહિલાએ સાહેબ તમે જે મારા માટે ખોટું કર્યું છે એ માટે ભગવાનને જવાબ આપવા માટે તૈયાર રહેજો. રાજેશ્વરીને ટિકિટ તમે અપાવી અને મને કહ્યું કે મારી ટિકિટ તમે નથી કાપી, પણ મારો શ્રાપ છે તમને. એટલું યાદ રાખજો. કાર્યાલય પરથી બોલું છું. તમને કાપવામાં શું રસ હતો કે રાજેશ્વરીને ટિકિટ મળે એમાં તમને શું રસ હતો. હું તમારા ઘરે આવી આપઘાત કરીશ, હું પથારી ગરમ કરવાવાળી નથી સમજી લેજો’ જેવા શબ્દોનો પ્રયોગ કરી ઉગ્ર વિરોધ તેમજ આક્ષેપો કર્યા હતા.

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ.
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ.

વિરોધીઓએ ફોર્મ રદ કરાવવા માટે તમામ તાકાત લગાવી દીધી હતી: મધુ શ્રીવાસ્તવ
વડોદરામાં ભાજપ સામે બળવો કરી વોર્ડ નં-15માં અપક્ષ ઉમેદવારી કરનાર દીપક શ્રીવાસ્તવનું ફોર્મ 3 સંતાન હોવાના મુદ્દે ચૂંટણીઅધિકારીએ રદ કર્યું હતું. હવે તેઓ ચૂંટણી નહીં લડી શકે. આ પહેલાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવના સામે વાંધા અરજીની સુનાવણી દરમિયાન તેમના સમર્થકોએ વડોદરા જિલ્લા પંચાયતમાં ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડ કરી હતી. આ ઘટનાને પગલે ડીસીપી ઝોન-3 ડો. કરણરાજસિંહ વાઘેલા અને એસીપી મેઘા તેવાર સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. વોર્ડ-15ની વાંધા અરજીની સુનાવણીમાં થયેલી તોડફોડ બાદ મોરચો સંભાળી લીધો હતો. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વિરોધીઓએ ફોર્મ રદ કરાવવા માટે તમામ તાકાત લગાવી દીધી હતી, કોઇ ભૂલ થઇ હશે તો ફોર્મ રદ કરવામાં આવ્યું છે. દીપક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે મારા વકીલોએ તમામ દસ્તાવેજો રજૂ કર્યા હતા છતાં મારું ફોર્મ રદ થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો