હાઈકોર્ટની ટકોર:દેશના કોઇપણ વકીલ કોઇપણ રાજ્યની કોર્ટમાં જઇને વકીલાત કરી શકે, બીજા રાજ્યમાં વકીલાત કરતા રોકી શકાય નહીં

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અન્ય રાજ્યના એક વકીલે માગેલી પરવાનગીના વિરોધ પછી કોર્ટની ટકોર
  • ચીફ જસ્ટિસે કહ્યું, બંધારણમાં મળેલા મૂળભૂત અધિકારનો ભંગ થાય નહીં

દેશના કોઇપણ વકીલ કોઇપણ રાજ્યની કોર્ટમાં જઇને વકીલાત કરી શકે છે. તેને બીજા રાજ્યમાં વકીલાત કરતા રોકી શકાય નહીં. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે તેમની કોર્ટમાં આવેલા કેસમાં ઉક્ત અવલોકન કર્યુ હતું. ચીફ જસ્ટિસે હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખને આ અંગે નિયમો વિશે પૃચ્છા કરી હતી.

દેશમાં વકીલો વચ્ચે ભાગલા પાડી શકાય નહીં: હાઈકોર્ટ
પ્રમુખે રજૂઆત કરી હતી કે બહારના વકીલો વકીલાત કરી શકે છે પરતું તેમણે ગુજરાતના વકીલના એનરોલ કોડનો ઉપયોગ કરવાનો હોય છે તેઓ પોતાના રાજ્યના કોડનો ઉપયોગ કરી શકે નહીં. ચીફ જસ્ટિસે ટકોર કરી હતી કે આ સમસ્યા પર તપાસ થવી જોઇએ. દેશમાં વકીલો વચ્ચે ભાગલા પાડી શકાય નહીં.બંધારણમાં મળેલા મૂળભુત અધિકારનો ભંગ કરે છે.

ચીફ જસ્ટિસે નારાજગી દર્શાવતા એવી ટકોર કરી
ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ ગુજરાતની બહારથી આવેલા વકીલે વકીલાતનામા માટે મંજૂરી માગી હતી. જેનો બીજા પક્ષે વકીલે વિરોધ કરતા દલીલ કરી હતી કે તેઓ ગુજરાતના નહીં હોવાથી વકીલાતનામું કરી શકે નહીં. તેની પાછળ મુખ્ય સમસ્યા એવી હોય છે કેસમાં નોટિસ પાઠવાય તો તેમનું કાયમી સરનામું હોતું નથી. ચીફ જસ્ટિસે નારાજગી દર્શાવતા એવી ટકોર કરી હતી કે. એવો કોઇ નિયમ નથી કે અન્ય રાજ્યના વકીલો બીજા રાજ્યમાં વકીલાત ન કરી શકે.

અન્ય સમાચારો પણ છે...