દીકરાને શોધવા માતા-પિતાની રઝળપાટ:અમદાવાદના આસારામ આશ્રમની શિબિરમાં આવેલો યુવાન ગુમ, બે વીક પહેલા આવેલો હૈદરાબાદનો યુવાન ઘરે પરત ન ફર્યો

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે આ પ્રકરણમાં યુવકના ગુમ થવા અંગેની નોંધ કરીને તપાસ હાથ ધરી છે. - Divya Bhaskar
પોલીસે આ પ્રકરણમાં યુવકના ગુમ થવા અંગેની નોંધ કરીને તપાસ હાથ ધરી છે.
  • દીકરો ઘરે પરત ન ફરતા માતા-પિતા અમદાવાદ આવી પહોંચ્યા
  • આશ્રમમાં દીકરો ન મળતા પરિવારે સાબરમતી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ કરી

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમમાં આવેલો વધુ એક યુવક ગુમ થઈ ગયો હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. 27 વર્ષનો યુવાન 3 નવેમ્બરે તારીખે હૈદરાબાદથી અમદાવાદ આવ્યો હતો, પણ તે ઘરે પરત ફર્યો ન હતો. જે માટે તેના માતા-પિતાએ આસારામ આશ્રમનો સંપર્ક કર્યો પણ કોઈ કડી ન મળતા તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતાં. યુવકના માતા-પિતાએ આ અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે હાલ જાણવાજોગ નોંધ કરીને તપાસ હાથ ધરી છે.

મિત્રો સાથે ઘરેથી નીકળીને અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમમાં આવ્યો હતો.
મિત્રો સાથે ઘરેથી નીકળીને અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમમાં આવ્યો હતો.

આશ્રમનો સંપર્ક કર્યો છતાં કોઈ કડી ન મળી
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર હૈદરાબાદનો 27 વર્ષીય રાહુલ(નામ બદલ્યું છે) તેના મિત્રો સાથે ઘરેથી નીકળીને અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમમાં આવ્યો હતો. વિજય ઘણા સમયથી અહીં આવ્યો હતો. પરંતુ તે ઘરે પરત ન આવ્યો અને તેનો કોઈ સંપર્ક પણ ન થતા, યુવકના માતા-પિતાએ આશ્રમનો સંપર્ક કર્યો હતો.

આ બધું કરવા છતાં રાહુલની કોઈ કડી ન મળતા તેના માતા-પિતા અમદાવાદ આવી ગયા હતા. જ્યાં તેઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ કેસમાં રાહુલને શોધવા આસારામ આશ્રમ પહોંચી હતી. જો કે હજી સુધી તેની કોઈ કડી મળી નથી. પોલીસે આ પ્રકરણમાં રાહુલના ગુમ થવા અંગેની નોંધ કરીને તપાસ હાથ ધરી છે.

ટ્રેન ટિકિટ પણ કેન્સલ કરાવી
વિજય સાથે હૈદરાબાદથી આવેલા નવીન સાથે જ્યારે સંજયે વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે, વિજય શિબિર પૂરી થયા પછી અઠવાડિયું આશ્રમમાં રોકાવાનો હતો, જે માટે તેણે ટ્રેનની ટિકિટ પણ કેન્સલ કરાવી હતી. હાલ પોલીસે વિજયની સાથે આવેલા અનુયાયીઓ અને મોટેરા આશ્રમનું સંચાલન કરતા અનુયાયીઓની પૂછપરછ શરૂ કરી હતી.

13 વર્ષ પહેલા દીપેશ-અભિષેક ગુમ થયા હતા
આ પહેલા આસારામ આશ્રમ મોટેરા ખાતે ગુરુકુળમાં રહીને અભ્યાસ કરતા દિપેશ અને અભિષેકના 3 જૂલાઈ 2008ના રોજ મૃત્યુ થયા હતા. જેને પગલે નિવૃત્ત જસ્ટિસ ડી.કે.ત્રિવેદીના અધ્યક્ષપદે તપાસ પંચની રચના કરવામાં આવી હતી. ડી.કે.ત્રિવેદી પંચ મુજબ બાળકોના મોત ડૂબી જવાથી થયા હતા. ગાયબ થવાના કે તાંત્રિક વિધિ થઈ હોવાના પુરાવા મળ્યા નથી. ડી.કે.ત્રિવેદી પંચે વર્ષ 2013માં જ રિપોર્ટ સરકારને સોંપી દીધો હતો. પરંતુ રાજ્ય સરકારે 6 વર્ષ અને વિધાનસભાના લગભગ 12 સત્ર બાદ રિપોર્ટ ગૃહમાં મુક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...