હાશ! આ યુવતી બચી ગઈ!:આઈશાની માફક અન્ય પરિણીતા રિવરફ્રન્ટથી સાબરમતી નદીમાં કૂદવા ગઈ, લોકોએ દોડીને બચાવી લીધી

અમદાવાદ19 દિવસ પહેલા
  • નાની ઉંમરે લગ્ન થયા હતા, વીડિયોમાં બોલતી પરિણીતાને પતિ પરેશાન કરતો
  • રિવરફ્રન્ટ પાળી પર દોડતી જતી પરિણીતાને સ્થાનિક લોકો અને પોલીસે બચાવી

તાજેતરમાં આઈશા આત્મહત્યા કેસમાં ચુકાદો આવ્યો હતો. એમાં આરોપી પતિને સજા થઈ હતી. આવી જ એક આઈશા આજે શુક્રવારે બપોરે રિવરફ્રન્ટ પર આત્મહત્યા કરવા દોડી આવી હતી. સદનસીબે આ વખતે તે પરિણીતાને બચાવવા માટે સ્થાનિક લોકો દોડી ગયા હતા અને તેને બચાવી પોલીસને સોંપી છે. આ સમગ્ર બનાવ અંગે હાલ મહિલાને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં લઈ જવાઈ છે, જેનું ત્યાં કાઉન્સેલિંગ કરી રહી છે.

એ આઈશાને કોઈ નથી ભૂલ્યું
અમદાવાદની એ બદનસીબ આઈશાના વીડિયોએ ભલભલાને હચમચાવી દીધા હતા. આઈશાએ પતિના ત્રાસના કારણે આત્મહત્યા કરવી પડી હતી. આઈશાના પતિને કોર્ટ સજા ફટકારી છે. આજે બપોરે સાબરમતી રિવરફ્રન્ટ પાસે એક મહિલા દોડતી-દોડતી નદીમાં કૂદવા ગઈ હતી.

આઈશાના આપઘાત પહેલાંના વીડિયો વાઈરલ થતાં લોકો હચમચી ગયા હતા.
આઈશાના આપઘાત પહેલાંના વીડિયો વાઈરલ થતાં લોકો હચમચી ગયા હતા.

પતિ સાથે ઝઘડો થતાં આપઘાત કરવા સાબરમતી ગઈ
અચાનક મહિલા દોડતા આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા. જેમને મહિલાને બચાવી લીધી હતી. આ મહિલા ખૂબ પરેશાન હતી, તેની આંખોમાંથી ચોધાર આંસુઓ વહી રહ્યાં હતાં. ત્યારે આ મહિલા કહી રહી હતી કે મારા લગ્ન નાની ઉંમરે થઈ ગયા છે. મારા પતિ સાથે મારો ઝઘડો છે, જેથી હું આત્મહત્યા કરવા આવી છું. આ સમગ્ર વાતની જાણ રિવરફ્રન્ટ પોલીસને થઈ હતી.

યુવતીનું રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે કાઉન્સેલિંગ કર્યું
રિવરફ્રન્ટ પોલીસની ટીમ તાત્કાલિક આ બનાવના જગ્યાએ પહોંચી ગઈ હતી અને મહિલાને લઈને પોલીસ સ્ટેશન પહોંચી છે, જ્યાં મહિલા પાસેથી વિગત જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ મહિલાનું કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે. આજે રિવરફ્રન્ટ ઇસ્ટના પોલીસ-ઇન્સ્પેક્ટર ઝાલાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે અમે હાલ મહિલાને લાવ્યા છીએ. તેની સાથે અમારો સ્ટાફ વાત કરી રહ્યો છે અને કયા સંજોગોમાં મહિલાએ આવી હતી એની તપાસ ચાલી રહી છે.

લોકોની સતર્કતાએ વધુ એક આઈશાને મોતના મુખમાં જતી અટકાવી હતી.
લોકોની સતર્કતાએ વધુ એક આઈશાને મોતના મુખમાં જતી અટકાવી હતી.

આપઘાત કરવા પહોંચેલી પરિણીતા દરિયાપુર વિસ્તારની
આપઘાત કરવા જતી યુવતીને લોકોએ બચાવી લીધી હતી. ત્યારબાદ ત્યાં હાજર લોકો પૈકીના એક વ્યક્તિએ આપઘાત કરવા પાછળનું કારણ પૂછતાં તેણે પોતે ક્યાંથી છે અને કેમ આપઘાત કરવા માગતી હતી તે સહિતની માહિતી આપી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે, પોતે દરિયાપુર વિસ્તારની નગીના પોળ ખાતે રહે છે. તે હસબન્ડના પ્રોબ્લેમના કારણે આપઘાત કરવા પહોંચી હતી.

14 વર્ષની ઉંમરે જ લગ્ન થઈ ગયાં!
યુવતીએ જણાવ્યું હતું કે તેના લગ્ન 14 વર્ષની હતી ત્યારે થઈ થયા હતા અને મૂળ રાજસ્થાનના ટોંકની છે. પતિ બે દિવસથી કુરાને શરીફની કસમ ખાવાનું મને કહે છે અને કહે છે કે, હવે જાય તો પાછી ન આવતી. હું નહીં બોલાવું. કુરાને શરીફની બે વાર કસમ ખાઈ લીધી. ખબર નહીં બચકુના બોલે છે અને મારે નથી રહેવું મારે નથી રહેવ તેમ કહે છે. તે કહે છે કે તારા ઘરવાળા શીખવાડે છે, તારા ભાઈઓને મારી નાખીશ. હું અહીંનો દાદા છું, ગુંડો છું.

અન્ય સમાચારો પણ છે...