તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:અમદાવાદમાં હવામાં ફાયરિંગ કરતો વધુ એક વીડિયો વાઇરલ, ભાજપનો કાર્યકર હોવાની ચર્ચા, પોલીસ અંધારામાં

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં ગેરકાયદેસર હથિયાર અને લાયસન્સવાળા હથિયારથી મોજશોખ તેમજ રોફ જમાવવા માટે હવામાં ફાયરિંગ કરવાના વીડિયો સામે આવી રહ્યાં છે, ત્યારે આજે વધુ એક વીડિયો વાઇરલ થયો છે જેમાં એક યુવક પિસ્તોલ જેવા હથિયારથી હવામાં ફાયરિંગ કરે છે. વાઇરલ વીડિયોમાં દેખાતો શખ્સ વટવા વિસ્તારનો ભાજપનો કાર્યકર ગોપાલ મહેરિયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે જો કે આ બાબતે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ મામલે પોલીસ હજી અંધારામાં વટવા પોલીસ આ બાબતે હજી સુધી કોઈ જાણકારી મેળવી શકી નથી.

તાજેતરમાં દાણીલીમડામાં ફાયરિંગનો વિડીયો વાયરલ થયો હતો
દાણીલીમડા વિસ્તાર સિવાય બાપુનગરમાં જાહેરમાં તલવાર વડે કેક કાપતો અને ફાયરિંગ અંગેનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં દેવ બાદશાહ નામનો યુવક જાહેરમાં તલવારથી કેક કાપી અને ઉજવણી કરતો હતો. આ ઉપરાંત ફાયરિંગ કર્યું હતું. જે મામલે વીડિયો બહાર આવતાં બાપુનગર પોલીસ દોડતી થઈ હતી અને વીડિયોના આધારે 10 આરોપીઓની અટકાયત કરી તલવાર તેમજ ગેરકાયદેસર બંદૂક કબ્જે કરી હતી. બાપુનગર વિસ્તારમાં આ રીતે જાહેરમાં તલવાર વડે કેક કાપવાનો કિસ્સો પહેલી વાર નથી. અનેક લોકો અમે ગુનેગારો જાહેરમાં આ રીતે તલવારો વડે કેક કાપતા ઉજવણી તેમજ ધમકી આપતા હોય છે ત્યારે બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઇથી PSIનો ડર ગુનેગારોમાં રહ્યો નથી. પોલીસ વહિવટોમાંથી બહાર આવતી નથી અને ગુનેગારોને ખુલ્લો દોર મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો