તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:શાહીબાગમાં દાઉદના જુગારના અડ્ડા પર ફરી દરોડો, 2ની ધરપકડ કરાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થોડાં સમય પહેલાં જ 2 વાર રેડ પડી હતી
  • દૂધેશ્વરમાં દરિયાખાન ઘુમ્મટની સામે ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમાડાતો હતો

શાહીબાગ પોલીસ કમિશનર કચેરીની પાછળ ચાલતા દાઉદ ઈબ્રાહિમ મિયાણાના જુગારના અડ્ડા પર પીસીબીએ દરોડો પાડી 2ને ઝડપ્યા હતા. અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલે 2 વખત દરોડા પાડ્યા હતા, જેમાં 2 પીઆઈ સસ્પેન્ડ કરાયા હતા.

દૂધેશ્વર દરિયાખાન ઘુમ્મટની સામે જહાંગીર વકીલની ચાલીમાં રહેતા દાઉદ ઈબ્રાહીમ મિયાણાના ઘર પાસેની ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમાડતો હોવાની બાતમી મળતા પીસીબીએ દરોડો પાડ્યો હતો. ત્યાંથી સટ્ટો રમાડી રહેલા દાઉદના 2 માણસ વિક્રમ કાનાજી ઠાકોર અને જલાલુદ્દીન ખાન ઉસ્માનઅલી ખાન બાગી પકડાયા હતા. જ્યારે દાઉદ મિયાણા સ્થળ પર હાજર ન હતો. પીસીબીએ દાઉદ સહિત 5 માણસો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પીસીબીએ દરોડો પાડીને રૂ.23,280 કબજે કર્યા હતા.

દાઉદના જુગાર અડ્ડા પર થોડા સમય પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમતા 20 લોકો પકડાયા હતા. તે માટે કસુરવાર માધવપુરા પોલીસ સ્ટેશનના તત્કાલિન પીઆઈ એમ.બી.બારડને ડીજીપીએ સસ્પેન્ડ કર્યા હતા. આ પહેલા દાઉદ અને ગનીના અડ્ડા પર મહિલાઓએ હલ્લાબોલ કરીને વાહનો સળગાવી દીધા હતા. તે ઘટનામાં પણ સ્થાનિક પોલીસની મીલીભગત પુરવાર થતા તત્કાલીન માધવપુરા પીઆઈ એમ.બી.ખીલેરીને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કર્યા હતા.

માધવપુરા PI આર. ટી. ઉદાવત સામે ઈન્કવાયરી
બહારની કોઈ એજન્સી દારૂ, જુગારનો કેસ કરે તો તે પોલીસ સ્ટેશનના પીઆઈ સામે ડીસીપી ઈન્ક્વાયરી સોંપે છે. જેથી દાઉદે શરૂ કરેલા જુગારધામમાં માધવપુરા પોલીસની મીલી ભગત છે કે નહીં તેની તપાસ માટે હાલમાં પીઆઈ આર.ટી.ઉદાવત હોવાથી તેમની સામે ઈન્કવાયરી શરૂ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...